મોરબી અને વાંકાનેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ પકડાયા, બે ફરાર

- text


બે મકાનો સહિત ચાર સ્થળોએ પોલીસે ઈંગ્લીશ દારૂની રેઇડ કરી

મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈકાલે ચાર સ્થળે પોલીસે વિદેશી દારૂની રેઇડ કરી હતી. જેમાં પોલીસે મોરબી અને વાંકાનેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા આ બન્ને આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે આરોપી સીરાજભાઇ ઉમરભાઇ ખોખર (ઉ.વ.૧૯, રહે.મોરબી મહેનદ્રપરા શેરી નં-૨૦) ને મોરબીના અયોધ્યાપુરી રોડ આસ્વાદપાન વાળી શેરીમાંથી ભારતીય બનાવટની વીદેશી દારૂની મેકડોવેલ્સ સુપીરીયર વ્હિસ્કિ બોટલ નંગ-૩ (કિ.રૂ. ૯૦૦) નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

બીજા દરોડામાં મોરબી એલ.સી.બી.એ બાતમીના આધારે મોરબી નવાડેલા રોડ, ખાખીની જગ્યામાં આવેલ આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રેડ કરી આરોપી કિશનભાઇ નટવરલાલ કુબાવત (ઉવ. ૩૦, ધંધો પુજા, રહે. મોરબી નવાડેલા રોડ, ખાખીની જગ્યામાં) ને તેના મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની મેગ્ડોવેલ્સ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૪૦ (કિ.રૂ.૧૫,૦૦૦) ના દારૂ સાથે ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં મોરબી એલ.સી.બી.એ મોરબીના રણછોડનગર ચરમારીયા દાદાના મંદિરની સામેની શેરીમાં આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંકમાંથી આરોપી ચિરાગભાઇ ભાઇલાલભાઇ જોષી (ઉ.વ. ૨૧, ધંધો મજુરી, રહે. રણછોડનગર ચરમારીયા દાદાના મંદિરની સામેની શેરીમાં) ને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની મેગ્ડોવેલ્સ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૫૫ કિ.રૂ.૨૦,૬૨૫ ના દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા આરોપી રાજુ ખીમજીભાઇ પરમારનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

ચોથા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામ ધરા પાસે રોડ પર બાઈક પર દારૂની હેરાફેરી કરવા નીકળેલા રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ કોળી (ડુંગરપુર, તા-હળવદ) ને પોલીસે અટકાવતા આરોપી બાઈક રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે મો.સા નંબર- GJ-36-M-1876 નીકી.રૂ.૨૫,૦૦૦ તેમજ ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ ML ની કાચની કંપની શીલ પેક બોટલ નંગ.૦૬ કી.રૂ.૨,૨૫૦ મળી કુલ રૂપીયા-૨૭,૨૫૦ મુદામાલ કબ્જે કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text