મોરબી જિલ્લામાં વરસાદને કારણે ખેતીવાડીના 20 ફીડર બંધ

- text


તમામ ફીડર આજ બપોર સુધીમાં ચાલુ થઈ જવાની શક્યતા

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે પીજીવીસીએલના ફીડરોને નુકસાન થયું હતું. ત્યારે હજુ પણ ખેતીવાડીના 20 જેટલા ફીડર બંધ છે અને આ ફીડર આજે બપોર સુધીમાં ચાલુ થઈ જવાનો પીજીવીસીએલના અધિકારીએ નિર્દેશ આપ્યો છે.

- text

મોરબી જિલ્લામાં ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે પીજીવીસીએલના ફીડરોને નુકશાન થયું હતું. જો કે મોટાભાગે હળવદ પંથકમાં ખેતીવાડીના વીજ ફીડરોને નુકસાન થયું હતું અને આ વિસ્તારમાં હજુ 20 જેટલા ખેતીવાડીના ફીડર બંધ છે. જેમાં પીજીવીસીએલના અધિકારીના જણાવ્યા મુજબ આ ફીડરો પણ આજે બપોરે 3 થી 4 સુધીમાં ચાલુ થઈ જવાની શક્યતા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text