B.Sc ફાઇનલ યરના પરિણામમાં પ્રથમ ત્રણ સ્થાને મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ

- text


મોરબી : તાજેતરમાં જાહેર થયેલ B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં મોરબીની નવયુગ કોલેજના સ્ટૂડન્ટ્સએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પોતાને નામે કર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં આવેલ B.Sc. સેમેસ્ટર 6ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મોરબી જિલ્લાની તમામ સાયન્સ કોલેજમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યો છે. પ્રથમ નં. ભિમાણી હીના ૯૬.૧૮%, દ્વિતીય નં. જોષી હેતીષા ૯૬.૦૦%, તૃતીય નં. ધરોડીયા સપના ૯૫.૪૫% એ મેળવ્યો હતો. આ સિવાય ટોપ 10માં બીજા 4 સ્ટૂડન્ટ્સ પણ સ્થાન પામ્યા છે.

સેમ. 1થી 6ના ઓવરઓલ માર્કિંગના આધારે મોરબી જિલ્લા ટોપ-10માં 7 સ્ટૂડન્ટ્સ સ્થાન પામ્યા છે, જે સ્ટૂડન્ટ્સ અને સ્ટાફની સાતત્યપૂર્વકની મહેનત તરફ નિર્દેશ કરે છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text