MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીમાં સામસામા રાહ, ક્રૂડ ઓઇલમાં વૃદ્ધિ

- text


બુલડેક્સ ફ્યુચર્સમાં 61 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 190 પોઈન્ટની મૂવમેન્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,41,697 સોદાઓમાં કુલ રૂ.12,449.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 61 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 190 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 43,583 સોદાઓમાં કુલ રૂ.2,873.79 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,927ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,959 અને નીચામાં રૂ.46,781 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.46,862ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.37,758 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,692ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,930ના ભાવે ખૂલી, રૂ.34 વધી રૂ.46,892ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,474 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,474 અને નીચામાં રૂ.63,012 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.469 ઘટી રૂ.63,123 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.445 ઘટી રૂ.63,411 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.454 ઘટી રૂ.63,408 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 15,103 સોદાઓમાં રૂ.2,823.15 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 વધી રૂ.232.05 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.255ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.740.30 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.35.3 ઘટી રૂ.1,505.20 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 32,406 સોદાઓમાં કુલ રૂ.2,482.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,220 અને નીચામાં રૂ.5,140 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.64 વધી રૂ.5,191 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.50 વધી રૂ.370.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,643 સોદાઓમાં રૂ.223.04 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,406ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1412 અને નીચામાં રૂ.1406 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5 ઘટી રૂ.1,409 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,250 અને નીચામાં રૂ.16,950 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.144 ઘટી રૂ.17,110ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,119ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1125 અને નીચામાં રૂ.1111.80 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.90 ઘટી રૂ.1120.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 વધી રૂ.971.90 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.210 ઘટી રૂ.25,530 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,853 સોદાઓમાં રૂ.1,715.12 કરોડનાં 3,656.625 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 34,730 સોદાઓમાં કુલ રૂ.1,158.67 કરોડનાં 182.722 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.473.98 કરોડનાં 20,305 ટન, જસતના વાયદાઓમાં રૂ.253.28 કરોડનાં 9,970 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.972.37 કરોડનાં 13,1150 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,022.82 કરોડનાં 6,7590 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.100.70 કરોડનાં 5,350 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,564 સોદાઓમાં રૂ.1,091.91 કરોડનાં 21,07,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,842 સોદાઓમાં રૂ.1,390.20 કરોડનાં 3,78,61,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.06 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 214 સોદાઓમાં રૂ.16.72 કરોડનાં 6550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 206 સોદાઓમાં રૂ.7.91 કરોડનાં 80.64 ટન, રબરના વાયદાઓમાં 40 સોદાઓમાં રૂ.0.68 કરોડનાં 40 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,181 સોદાઓમાં રૂ.197.67 કરોડનાં 17,730 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,813.367 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 577.649 ટન, એલ્યુમિનિયમમાં 16,865 ટન, જસત વાયદામાં 8,130 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,797.500 ટન, નિકલ વાયદામાં 3,334.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,475 ટન, ક્રૂડ તેલમાં 7,57,800 બેરલ અને નેચરલ ગેસમાં 2,34,37,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 184 ટન, કોટનમાં 49850 ગાંસડી, મેન્થા તેલમાં 482.4 ટન, રબરમાં 72 ટન, સીપીઓમાં 71,090 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,613 સોદાઓમાં રૂ.136.59 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 519 સોદાઓમાં રૂ.37.74 કરોડનાં 536 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,094 સોદાઓમાં રૂ.98.85 કરોડનાં 1,206 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,298 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,137 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,093ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,115 અને નીચામાં 14,054ના સ્તરને સ્પર્શી, 61 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 20 પોઈન્ટ ઘટી 14,073ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર  વાયદો 16,478ના સ્તરે ખૂલી, 190 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 132 પોઈન્ટ ઘટી 16,350ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 47,349 સોદાઓમાં રૂ.3,910.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.226.66 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.35.70 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,646.26 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text