મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામું

- text


કમલમ ખાતે બેઠક બાદ રાજ્યપાલને રાજીનામુ સુપ્રત કર્યું 

પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવીશ : વિજય રૂપાણી

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કમલમ ખાતે પાર્ટી અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ અચાનક જ રાજભવન પહોંચી રાજ્યપાલને રાજીનામુ ધરાતા સનસનાટી મચી જવાની સાથે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

7 ઓગસ્ટ, 2016માં આનંદીબેન પટેલની અચાનક વિદાય બાદ મુખ્યમંત્રી બનેલા વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ વિજયભાઈ રૂપાણી સીધા રાજભવન પહોંચી રાજ્યપાલને રાજીનામુ ધરી દેતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

- text

રાજીનામુ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીના ભરપેટ વખાણ કરી પોતાના કાર્યકાળમાં વિકાસકામો જે રીતે ચાલી રહ્યા હતા તે જ રીતે આગળ પણ વિકાસયાત્રા ચાલુ રહેશે. તેમ જણાવી રાજીનામુ આપ્યાનું કહી હવે પાર્ટી જે જવાબદારી સુપ્રત કરશે તે જવાબદારી નિભાવીશ તેમ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આગામી વર્ષમાં વિધાનસભા ચૂંટણીઓ પણ યોજવા જઈ રહી છે ત્યારે વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર સમાજને રાજી રાખવા પાટીદાર નેતાને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text