મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ

- text


શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબીના શકત શનાળા ગામે આવેલ વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી શિશુમંદિર પાસે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા માંગ સાથે સરસ્વતી શિશુમંદિર દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે અને અકસ્માત ઘટાડવા માટે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે.

- text

મોરબીના શક્ત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાં આશરે 1200 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા મોરબી-રાજકોટ હાઇવેથી નજીક હોવાથી અવારનવાર વિધાર્થીઓ સાથે અકસ્માતના બનાવ બને છે. જેમાં ધણીવાર ગંભીર રીતે વિદ્યાર્થીઓ – શિક્ષકો તથા વાલીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. જો આ વિદ્યાલયની નજીક હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો અકસ્માતનો ભય નહિવત બની શકે છે. અવાર નવાર સ્પીડ બ્રેકર બનાવવા તંત્રને રજૂઆત પણ કરેલ છે. તેમ છતાં આજદિન સુધી પરિણામ નહિવત મળ્યું છે. માનવ જિંદગી અમૂલ્ય છે તેથી વધુ કોઈ અકસ્માત બને તે પહેલાં જ મોરબી-રાજકોટ રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text