વાંકાનેરના જડેશ્વર મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો મેળો રદ

- text


કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ કરાયો

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય લોકોમેળો ભરાય છે. ત્યારે કોરોના મહામારીનો ધ્યાને લઈને આ વખતે પણ સતત બીજા વર્ષે વાંકાનેરના જડેશ્વર મંદિરે આગામી શ્રાવણ માસના બીજા સોમવારનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્રભરના લોકોની આસ્થા અને શિવ ભક્તિ માટે જાણીતા વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે વર્ષોથી શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સોરાષ્ટ્ભરના લોકો ઉમટી પડી મેળાની મોજ માણીને શિવ ભક્તિની આહલેક જગાવે છે. ત્યારે આ લોકમેળાને છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનું ગ્રહણ નડયું છે. ગયા વર્ષ બાદ આ વર્ષે પણ વાંકાનેરના જડેશ્વર મંદિરે આગામી શ્રાવણ માસના બીજા સોમવારનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. જેની તમામ લોકોને નોંધ લેવાની જડેશ્વર મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text