મોરબીના છેવાડાના વિસ્તારમાં સમસ્યાનો ઢગલો : લોકો હેરાન-હેરાન

- text


ઉભરાતી ભૂગર્ભ ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ અને રઝળતા ઢોરનો ભારે ત્રાસ, તમામ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ કરવાની માંગ

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ છેવાડાના વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે પાર વગરની સમસ્યા હોવાથી લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. જેમાં આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ અને રઝળતા ઢોરનો ભારે ત્રાસ હોવાથી લોકો ત્રસ્ત બની ગયા છે. આથી તમામ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ કરવાની માંગ સાથે પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના વોર્ડ નંબર-11માં આવેલ શનાળા બાયપાસ પાસેનો લાયન્સનગર વિસ્તાર હાલ સમસ્યાનું ઘર બની ગયો છે. જેમાં આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, બંધ સ્ટ્રીટ લાઈટ અને રઝળતા ઢોરનો ભારે ત્રાસનો લાંબા સમયથી ગંભીર પ્રશ્ન છે. આ મુદ્દે તંત્રને અનેક રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જરાય ધ્યાન ન આપતું હોવાથી સમસ્યાઓ વકરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને આગામી સમયમાં તહેવારો નજીક આવતા હોય લોકો હળીમળી ખુશીથી તહેવારો ઉજવી શકે તે માટે આ તમામ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવાની માંગ કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text