છેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારમાં 3-3 ઈંચ વરસાદ

- text


વાંકાનેરમાં બે ઇંચથી વધુ, હળવદ અને માળિયામાં નામ માત્રનો વરસાદ

મોરબી : શનિવારથી મોરબી જિલ્લામાં ધીમીધારે શરૂ થયેલી મેઘસવારી રવિવારે દિવસભર ચાલુ રહેતા છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી અને ટંકારામાં 3 – 3 ઈંચ, વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ હળવદ અને માળિયામાં નામ પૂરતો જ વરસાદ વરસ્યો છે. જો કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ – પાંચ ઈંચ વરસાદ વરસ્યાના સમાચારો સાંપડી રહ્યા છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં મોરબીમાં 76મીમી, ટંકારામાં 71મીમી, વાંકાનેરમાં 46મીમી, માળીયામાં 12 મીમી અને હળવદમાં 8મીમી વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના આંકડા જણાવી રહ્યા છે.

- text

દરમિયાન મોરબી જિલ્લામાં સચરાચર મેઘકૃપા વરસી રહી છે ત્યારે ખાસ કરીને જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પાંચ – પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાનું અમારા પ્રતિનિધિના અહેવાલો જણાવી રહ્યા છે જેમાં ખાસ કરીને મોરબી, વાંકાનેર અને હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઇ હોવાનું પણ બિનસત્તાવાર અહેવાલો જણાવી રહ્યા છે.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text