મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ભંગના માત્ર ચાર જ કેસ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ભંગના માત્ર ચાર જ કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં આજે પણ આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા અંગે એકેય ગુન્હો નોંધાયો ન હતો.

મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો ઉઠાવી લેતા કોવિડ જાહેરનામા કેસ ઘટ્યા છે. રાત્રી કફર્યુ ભંગ અને દુકાન બંધ કરવાની સમય મર્યાદાનો છેદ ઉડી જતા હવે કોવિડ જાહેરનામા ભંગના કેસ ઉતરોતર ઘટ્યા છે. ગઈકાલે મોરબી જિલ્લામાં કોવિડ જાહેરનામા ભંગના માત્ર પાંચ જ કેસ નોંધાયા બાદ આજે પણ માત્ર ચાર જ કેસ નોંધાયા હતા. જેમાં માળીયામાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળી અને ઉપરથી દંડની આનાકાની કરતા બે વ્યક્તિઓ તેમજ વાંકાનેરમાં પણ માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળી અને ઉપરથી દંડની આનાકાની કરતા બે વ્યક્તિઓ સામે કોવિડ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બાકીના ત્રણેય તાલુકા મોરબી, ટંકારા અને હળવદમાં કોવિડ જાહેરનામાના એકેય કેસ નોંધાયા ન હતા.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text