ડમ્પરચાલકોનો ત્રાસ યથાવત : સ્કૂટરને ઠોકર મારતા બે યુવતી ઘાયલ

- text


મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં માતેલા સાંઢની જેમ નીકળતા ડમ્પર ચાલકોનો ત્રાસ યથાવત રહ્યો છે. નેશનલ હાઇવે ઉપર દરીયાલાલ પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ડમ્પરચાલકે પાછળથી સ્કૂટરને ઠોકર મારતા બે યુવતીઓ ઘાયલ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાંકાંઠે મહાવીરનગર સોસાયટી સાંઇ પેલેસ એપાર્ટમેન્ટ પાછળ રહેતી અપેક્ષાબેન ઠાકરશીભાઇ અજાણી (ઉ.વ.૨૪) એ અજાણ્યો ટ્રક ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૦ ના રોજ વાંકાનેર મોરબી નેશનલ હાઉવે દરીયાલાલ પ્લાઝા કોમ્પ્લેક્ષ સામેના ભાગે ફોરટ્રેક રોડ ઉપર અજાણ્યો ટ્રક ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક ડમ્પર પુર ઝડપે બેફિકરાઇથી ચલાવી ફરીયાદી અપેક્ષાબેન હિરો પ્લેજર નંબર GJ-03-DS-2024 વાળામાં સાહેદ રાધિકાબેનને પાછળ બેસાડી ચલાવી જતા હતા. ત્યારે પાછળના ભાગે ઠોકર મારી બાજુમાંથી ધસાતી હલતમાં ટ્રક પસાર કરી પાડી દઇ ફરીયાદીને જમણા પગ તથા હાથમાં છોલાણ તેમજ મુંઢ ઇજાઓ કરી તથા સાહેદને ડાબા ખભામાં ફ્રેકચર તથા માથામાં લોહીયાળ તેમજ હેમરેજની તથા શરીરે છોલાણની ઇજાઓ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text