અમારે હાથા નથી બનવું! ટંકારાના ભૂદેવો દ્વારા ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરાયું

- text


આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમમાં સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર મામલે સરકારને આડે હાથ લીધી

ટંકારા : ભૂતકાળના નિવેદનને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ દેખાવો અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે આજે ટંકારા ખાતે જન સંવેદના યાત્રા દરમિયાન ટંકારાના ભુદેવોએ અમારે હાથા નથી બનવું કહી, “આપ”ના ગોપાલ ઇટાલિયાનું પુષ્પગુચ્છ આપી અદકેરું સ્વાગત કર્યું હતું.

ટંકારા શહેર તેમજ તાલુકાના નેકનામ લજાઈ ગામમાં આમ આદમી પાર્ટી આયોજીત જન સંવેદના કાર્યક્રમમાં કોરોનાકાળમાં મૃતક વ્યક્તિઓને સામુહિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ આપ દ્વારા વર્તમાન સરકારને આડે હાથ લેઇ સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર મામલે સરકારની નીતિની આકરી આલોચના કરી હતી.

દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારા ખાતે આવેલા આપના ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતની જનતા હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, ખેતી, રોજગારી, પાણી, ભ્રષ્ટાચારમુક્તિ અને જનસુવિધાના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહી છે ત્યારે હવે રાજ્યમાં સત્તા પરિવર્તન નિશ્ચિત હોવાનું ઉમેર્યું હતું.

દરમિયાન ટંકારા ખાતે આયોજિત જન સંવેદનલના કાર્યક્રમમાં સૌથી અગત્યની અને સમગ્ર રાજ્યમાં અનોખો સંદેશ જાય તેવી વાત એ હતી કે અહીં આવેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાનુ બ્રહ્મસમાજદ્વારા સન્માન કરાયુ હતુ. અને “આપ”નો ખોટો વિરોધ કરી રાજકીય હાથા ન બનવા અપીલ કરી હતી. આ સન્માન પ્રસંગે બ્રહ્મસમાજ-ટંકારાના અગ્રણીઓમાં શાંતિભાઈ ત્રિવેદી, દિલીપભાઈ યાજ્ઞિક, અતુલભાઈ ત્રિવેદી, ભાવિન રાવલ, હર્ષ ત્રિવેદી સહિતનાએ ઉપસ્થિત રહી પુષ્પ ગુચ્છ આપી આવકાર્યા હતા. આ તકે, “આપ”ના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદીએ બ્રહ્મસમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલ, પ્રવિણ રામ, ખેડૂત અગ્રણી ગોવિંદ લાલાણી, મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા, યુવા પ્રમુખ યોગરાજસિંહ ઝાલા ઉપ પ્રમુખ સંજય ભટાસણા ટંકારા પ્રમુખ નરોતમભાઈ પટેલ સહિતના સ્થાનિક હોદેદારો અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકરો અને આમ જનતાએ હાજરી આપેલ હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text