એસ.ટી. બસ મળે કે ન મળે યમરાજ મળે એની ગેરંટી!!

- text


હળવદના શક્તિનગરનું બસસ્ટેન્ડ નિર્દોષનો ભોગ લેવા માટે મોં ફાડીને ઉભું છે

હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામના બસ સ્ટેન્ડમાં જો કોઈ મુસાફર ભૂલેચૂકે પણ વરસાદ કે તડકાથી બચવા ઉભા રહે તો બસ મળે કે ના મળે પણ યમરાજ જરૂરથી મળી જાય તેમ છે. લાંબા સમયથી સતના આધારે ટકીને ઉભેલ બસસ્ટેન્ડ કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા મરામત કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ બસ સ્ટેન્ડ પાછલા ઘણા સમયથી અતિ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ હજુ તેનું સમારકામ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ બસ સ્ટેન્ડ ગમે ત્યારે પડી જાય તેમ છે જેથી લોકો કહી રહ્યા છે કે બસ સ્ટેન્ડ પડી જાય એમાં વાંધો નથી પરંતુ જો કોઈ મુસાફર અહીં હોય અને પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે.

આ અંગે શક્તિનગર ગામના અશોકભાઈ અઘારાએ જણાવ્યું હતું કે ઘણા સમયથી અતિ જર્જરિત હાલતમાં ઉભેલા આ બસ સ્ટેન્ડમાં હાલના ચોમાસાના સમયમાં મુસાફરો બસની રાહ જોઈ વરસાદ સમયે અથવા તો તડકા સમયે ઊભા હોય છે. પરંતુ ક્યારેક આ બસ સ્ટેન્ડ મોટી દુર્ઘટના સર્જે એવું લાગી રહ્યું છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા નિર્દોષ મુસાફરો અકસ્માતનો ભોગ ન બને તે પહેલા આ બસ સ્ટેન્ડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text