24 વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓને પકડી પાડતી માળીયા પોલીસ

- text


અપહરણ, રાયોટિંગ અને ગેરકાયદેસર મંડળીના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાની શખ્સોને હાઇવે ઉપરથી ઝડપી લેવાયા

માળીયા (મિ.): માળીયા મિયાણા પોલીસ સ્ટેશન હેઠળ 24 વર્ષ પહેલા નોંધાયેલ અપહરણ, રાયોટિંગ અને ગેરકાયદે મંડળીના ગુન્હામાં સંડોવાયેલા ચાર રાજસ્થાની આરોપીઓને આજે માળીયા પોલીસે હાઇવે ઉપર વોચ ગોઠવી ઝડપી લીધા હતા.

વર્ષ 1997ના અરસામાં માળીયા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ તથા ગેરકાયદેસર અટકાયત અને ગેરકાયદેસર મંડળીનો ગુન્હો આચરી અને છેલ્લા ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓ તેના હળવદ ખાતેના સગાસંબધીના ઘરે આવેલ હોય અને ત્યાથી પરત રાજસ્થાન પાર્સીંગની બોલેરો ગાડીમાં રાજસ્થાન જવાના હોય તેવી ચોક્કસ બાતમી મળતા માળીયા પોલીસ ટીમે અણીયારી ટોલ નાકાથી હળવદ રોડ ઉપર જુદી-જુદી ટીમો બનાવી વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક રાજસ્થાન પાર્સીંગની બોલેરો કારમાં બેઠેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં આરોપી કલારામ સુરતારામ કડવાસરા (ઉ.વ-૪૭), નિમ્બારામ સુખારામ કડવાસરા (ઉ.વ-૫૮), ગીરધારીરામ વિશનારામ કડવાસરા (ઉ.વ-૫૯), રાવતારામ મુલારામ ગોદારા (ઉ.વ-૪૯, ધંધો-ખેતી, રહે. તમામ રાજસ્થાન) વાળાઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, એ.એસ.આઇ.કનુભા રાણાભા, પો.હેડ.કોન્સ શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા તથા વિશ્વરાજસિહ ઝાલાએ કરી હતી.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text