મન્થલી માર્કેટ રિપોર્ટ : સોનામાં રૂ.2,510 અને ચાંદીમાં રૂ.3,763નો કડાકો, જુનમાં ઓપ્શનના ટર્નઓવરમાં 20 ટકાનો નોંધપાત્ર ઉછાળો

- text


ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.810ની વૃદ્ધિઃ સીપીઓમાં નરમાઈ

બુલડેક્સ ફ્યુચર્સમાં 1129 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 1034 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 30 જૂનના મહિના દરમિયાન 86,67,968 સોદાઓમાં કુલ રૂ.6,37,698.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. જૂન મહિના દરમિયાન ટ્રેડરોએ વાયદા પરના ઓપ્શન્સનાં કામકાજમાં વિશેષ રસ દાખવ્યો હતો અને ઓપ્શન્સના ટર્નઓવરમાં 20 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં સોના-ચાંદીમાં જૂન મહિના દરમિયાન કડાકો બોલાઈ ગયો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,510 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.3,763 તૂટ્યા હતા. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં ઉછાળો આવ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.810ની વૃદ્ધિ સામે સીપીઓ, રબરના વાયદામાં નરમાઈ હતી. કપાસ, મેન્થા તેલમાં સુધારો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,60,472 સોદાઓમાં રૂ.50,098.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. જે આગલા મે મહિનાના રૂ.41,737.57 કરોડનાં નોશનલ ટર્નઓવરની સરખામણીએ 20 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે. જૂન મહિના દરમિયાન સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,186.28 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,165.16 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.37,722.04 કરોડનાં કામકાજ થયાં હતાં. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મહિના દરમિયાન 85,036 સોદાઓમાં રૂ.6,911.63 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 50,110 સોદાઓમાં રૂ.4,119.38 કરોડનાં 55,286 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 34,926 સોદાઓમાં રૂ.2,792.25 કરોડનાં 37,350 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે બુલડેક્સ વાયદામાં 1,753 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 620 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ જુલાઈ વાયદો 15,370ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,450 અને નીચામાં 14,321ના સ્તરને સ્પર્શી, 1129 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 805 પોઈન્ટ ઘટી 14,503ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,344ના સ્તરે ખૂલી, 1034 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 225 પોઈન્ટ ઘટી 15,119ના સ્તરે પહોંચ્યો હતો. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 45,56,223 સોદાઓમાં કુલ રૂ.2,49,026.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.49,461ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,721 અને નીચામાં રૂ.46,330ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,510 ઘટી રૂ.46,839ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,772 ઘટી રૂ.37,682 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.246 ઘટી રૂ.4,643ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

- text

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.72,500 મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,582 અને નીચામાં રૂ.66,628ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.3,763 ઘટી રૂ.68,135ના સ્તરે બંધ થયો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 24,64,893 સોદાઓમાં કુલ રૂ.1,65,891.75 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો મહિનાના પ્રારંભે રૂ.4,915ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,518 અને નીચામાં રૂ.4,914ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.616 વધી રૂ.5,492 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.48.60 વધી રૂ.272.20ના સ્તરે બંધ થયો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 1,04,713 સોદાઓમાં રૂ.14,355.17 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.1,269ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1349 અને નીચામાં રૂ.1265ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.17 વધી રૂ.1,299ના સ્તરે બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,200ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,600 અને નીચામાં રૂ.16,502ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.459 ઘટી રૂ.16,668ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,093.70ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1150 અને નીચામાં રૂ.946.30ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.109.90 ઘટી રૂ.981.70ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.154.40 વધી રૂ.1074.40 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.810 વધી રૂ.24,650ના સ્તરે બંધ થયો હતો. 

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,64,873 સોદાઓમાં રૂ.1,04,157 કરોડનાં 2,16,953.914 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 35,91,350 સોદાઓમાં કુલ રૂ.1,44,868.90 કરોડનાં 20,574.361 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,42,511 સોદાઓમાં રૂ.67,639.93 કરોડનાં 12,94,21,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,22,382 સોદાઓમાં રૂ.98,251કરોડનાં 4,04,07,57,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 200 સોદાઓમાં રૂ.5.21 કરોડનાં 804 ટન અને કોટનના વાયદાઓમાં 21,950 સોદાઓમાં રૂ.2,360.94 કરોડનાં 976450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 4,728 સોદાઓમાં રૂ.236.91 કરોડનાં 2288.52 ટન, રબરના વાયદાઓમાં 875 સોદાઓમાં રૂ.16.28 કરોડનાં 959 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 76,960 સોદાઓમાં રૂ.11,735.83 કરોડનાં 11,21,760 ટનનાં કામકાજ થયાં હતાં.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું !!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..
– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે ?
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text