દિવસે ભંગાર વીણી રાત્રે ચોરીને અંજામ આપતી તસ્કર બેલડીને દબોચી લેતી એલસીબી

- text


હળવદના ચરડવાની સ્કૂલ અને મોબાઈલ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી રૂ. 1.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું

મોરબી : દિવસે ભંગાર વિણવાનું કામ કરતા અને રાત્રે મોકો મળ્યે ચોરી કરતી ત્રિપુટી પૈકી બે શખ્સોને ઝડપી લઈ મોરબી એલસીબી ટીમે હળવદના ચરડવાની સ્કૂલ તેમજ હળવદમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ટીવી, સ્પીકર તેમજ મોબાઇલ ફોન નંગ ૧૯ કિ.રૂ. ૧,૬૩,૭૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૮૨,૭૦૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હળવદના મોરબી ચોકડી નજીક ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા ગગજી જીવરાજભાઈ કુંઢીયા અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા નામના શખ્સોએ ચરાડવાની કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી સ્પીકર, મોનીટરની તથા હળવદ મોબાઇલની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હોય જે ટીવી તથા મોબાઇલ વેચવા કે સગેવગે કરવાની પેરવીમાં છે.

આ હકીકતને આધારે બન્ને શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ જરૂરી પુછપરછ કરતા આરોપીઓએ તેમના સાથીદારો સાથે મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઈલ ફોન, ટીવી, મોનીટર, સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપતા પકડાયેલ બંન્ને ઇસમો પાસેથી ટીવી, સ્પીકર કિં.રૂ.૧૦,૦૦૦ તથા અલગ-અલગ કંપનીના નવા મોબાઇલ ફોન નંગ-૧૯ કિ. ૧,૬૩,૦૦૦ સહિત કુલ ૧,૮૨,૭૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી બન્ને ચોરીના ભેદ ઉકેલી આગળની કાર્યવાહી માટે આરોપીઓને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યા હતા અને ચોરીને અંજામ આપનાર બન્ને આરોપીઓએ મહેશ રાજુભાઇ ડઢાણીયા (વઢીયાસ દેવીપુજક, રહે. હળવદ, ભવાનીનગર, લાંબીદરી) શખ્સ પણ સામેલ હોવાની કબૂલાત આપતા ત્રીજા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text

આ સફળ કામગીરી એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, જયવંતસિંહ ગોહીલ, ચંન્દ્રકાંતભાઇ વામજા,જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ફુલીબેન તરાર, એએસઆઈ સંજયભાઇ પટેલ, રજનીકાંત કેલા, કૌશીકભાઇ મારવણીયા, PC ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, નિરવભાઇ મકવાણા નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ કુગશીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયેલ હતા.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text