મોરબી યાર્ડ અને તાલુકા સંઘના નવા હોદેદારોને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય મેરજા અને સાંસદ કુંડારીયા

- text


મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં બિનહરીફ હોદેદારોની વરણી થતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.

મોરબી ખેત ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં મગનભાઇ વડાવીયા પ્રેરિત સહકાર પેનલને સાંપડેલ જંગી બહુમતી અન્વયે જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓના પ્રમુખ સ્થાને આ માર્કેટિંગ યાર્ડના નવા પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે બેઠક યોજાયેલ હતી. જેમાં પ્રમુખ તરીકે ભવાનભાઈ ભાગીયા અને ઉપપ્રમુખ તરીકે મગનભાઇ વડાવીયા બિન હરીફ ચૂંટાયા હતા. તેમજ મોરબી તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી નાયબ કલેક્ટર ઝાલાના અધ્યક્ષ પદે યોજાયેલ હતી. જેમાં પ્રમુખ તરીકે બળવંતભાઈ કોટડીયા અને ઉપ પ્રમુખ તરીકે ભગવાનજીભાઇ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવેલી. આ બંને સસ્થાઓના હોદેદારોની બિન હરીફ વરણી વખતે મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા ખાસ ઉપસ્થિત રહી બંને સંસ્થાના નવા વરાયેલા હોદેદારોને રૂબરૂ અભિનંદન આપ્યા હતા

- text

તેમજ મોરબી જિલ્લામાં સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયાના કુશળ નેતૃત્વ હેઠળ સહકારી સંસ્થાઓ ખેડૂત કલ્યાણ માટે સતત કાર્યરત રહી છે તે પરંપરા નવા વરાયેલા હોદેદારો પણ જાળવી રાખશે તેવો વિશ્વાશ આ બંને મહાનુભવોએ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ માર્કેટિંગ યાર્ડના માધ્યમથી ખેતજનશના વેંચાણમાં ખેડૂતોનું સર્વોચ હિત જળવાય તેમજ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ દ્વારા સહકારી મંડળીઓ અને તેના દ્વારા સભાષદો એવા ખેડૂતોને રાસાયણિક ખાતર સહિત પૂરક સુવિધા સરળતાથી ઉપલબ્ધ્ધ થતી રહે તે જોવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. બ્રિજેશ મેરજા તેમજ મોહનભાઇ કુંડારીયાએ ખાસ કરીને આ બંને સહકારી સંસ્થાઓના બિન હરીફ હોદેહારોની બિન હરીફ વરણી થવા બદલ મગનભાઇ વડાવીયા તેમજ બંને સંસ્થાઓના ડિરેક્ટરોને ખાસ ધન્યવાદ પાઠવ્યા હતા.

- text