હળવદ તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી

- text


કારોબારી ચેરમેન પદે મનસુખભાઈ કણઝારીયા અને ન્યાય સમિતિના ચેરમેન પદે નીરૂબેનની પસંદગી

હળવદ : તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટમાંથી 16 સીટો ભાજપે કબજે કરી તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો હતો. જેથી, તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ન્યાય સમિતિના ચેરમેન, કારોબારી ચેરમેનની નિમણૂક બાકી હોય, જેની આજે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

આજે હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે માલણીયાદ તાલુકા પંચાયતની બેઠક પરથી વિજેતા થયેલ મનસુખભાઈ કણઝારીયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઘનશ્યામપુર તાલુકા પંચાયતની બેઠકના સદસ્ય નીરૂબેનની પસંદગી કરવામાં આવી છે.

- text

આ તકે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એ. એમ. સાંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયાર, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો તેમજ હળવદ ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

- text