માળીયા (મી.) : અગરિયા પરિવારોની મહિલા અને બાળકોને પોષણ કીટનું વિતરણ

- text


માળીયા (મી.) : મોરબી ICDS દ્વારા માળીયા (મી.)ના ગુલાબડી રણ વિસ્તારમાં અગરિયા પરિવારોની મહિલા અને બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

માળીયા મીયાણા તાલુકાના ગુલાબડી ગામના રણ વિસ્તારોમાં ગઈકાલે તારીખ 15ના રોજ ICDS-મોરબી વતી CDPO મયુરીબેન, સુપરવાઇઝર વર્ષાબેન, RDC અંકુબેન, અગરિયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કો-ઓર્ડિનેટર મારુતસિંહ બારૈયા તથા આંગણવાડી વર્કર સોનલબેન દ્વારા 26 બાળકોને બાલશક્તિ પોષણ કીટ, 3થી 6 વર્ષના 31 બાળકોને સુખડી, સગર્ભાઓ અને 4 ધાત્રીઓને માતૃશક્તિ કીટ, 13 કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં માળીયા તાલુકાના તમામ વિસ્તારોમાં પોષણ કિટનું વિતરણ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

- text