હળવદમાં ત્રણ હજાર બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

- text


છેલ્લા પાંચ વર્ષથી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ તથા દરેક તહેવારોની ગરીબો સાથે ઉજવણી અને વૃક્ષારોપણ સહિતની સેવાપ્રવૃત્તિ કરતું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ

હળવદ : હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી હળવદમાં વૈવિધ્યસભર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા હોય તેવા બાળકોને ભણવામાં સહાયરૂપ થાય છે. જેમાં આ ગ્રુપ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટની જરૂરીયાત હોય તેવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ કિટ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં હળવદના 3000 જેટલા બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપીને અભ્યાસમાં મદદરૂપ થયા છે.

ઉલ્લેખનીય છે કે હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવાની સાથે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. જેમાં આ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષોના રોપાનું વિતરણ, અલગ-અલગ તહેવારોની ઉજવણી ગરીબ બાળકો સાથે તેમજ ધુળેટીમાં કલર, ખજૂર ધાણી, દિવાળીમાં મીઠાઈ ફટાકડા વિતરણ કરી ગરીબ પરિવારો જોડીને તેમની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત, એવા વૃદ્ધ જેના કોઈ કમાઈ આપનાર નથી તેવા નિરાધાર લોકોને જીવે ત્યાં સુધી આજીવન અનાજ કરિયાણાની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. સાથેસાથે બારેમાસ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે.

હળવદના આ ગ્રુપ દ્વારા આરોગ્ય સેવાની પણ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ચકલી લુપ્ત પ્રજાતિઓને બચાવવા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અત્યાર સુધીમાં 10,000 ચકલીના માળા તેમજ 5000 પીવાના પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા શિયાળામાં વિન્ટર ફોર કેર કાર્યક્રમ અંતર્ગત ધાબળા વિતરણ તેમજ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવે છે. આમ, હળવદના અંદાજિત 25 જેટલા નવ યુવાનોનું ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી હળવદમાં સેવાની જ્યોત પ્રજ્વલિતરાખીને માનવ ધર્મ નિભાવી રહ્યું છે. તેમજ આગામી સમયમાં પણ હળવદમાં અનેક લોક ઉપયોગી થવા માટે અલગ અલગ પ્રવૃત્તિ કરવાનો આ યુવાનોએ નીર્ધાર કર્યો છે. આગામી સમયમાં દર્દીઓને જરૂરિયાત વોકર તેમજ ટોયલેટ ચેર અલગ મેડિકલ સામગ્રીઓ વિનામૂલ્યે વપરાશ માટે આપવા માટેનો સેવા યજ્ઞ પણ શરૂ કરવામાં આવશે.

- text

- text