અવનવું : ગૌમાતાને ગળે લગાડી એક કલાક પાસે બેસવાના રૂ. 15 હજાર

- text


અમેરિકામાં તણાવ દૂર કરવા લોકો હવે આપણી પ્રાચીન ગૌ સંસ્કૃતિના શરણે

મોરબી : ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને માણસના જન્મથી લઈ મૃત્યુ સુધી ગૌમાતાના દૂધ, ઘી, છાસ, માખણ, ગૌમૂત્ર અને છાણ સહિતની વસ્તુઓને અતિ પવિત્ર ગણી ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હવે પશ્ચિમી સંસ્કૃતિમાં માનતા અમેરિકા જેવા વિકસિત દેશોને પણ ગૌમાતાનું શરણું સ્વીકારવું પડ્યું છે.

કોરોના મહામારી બાદ લોકોમાં તણાવનું પ્રમાણ ખુબ જ ઉંચુ ગયું છે. ત્યારે અમેરીક્ન લોકો તણાવ દૂર કરવા કાઉ કડલિંગ એટલે કે ગાયને ગળે લગાડી કલાકો સુધીનો સમય ગાય માતા સાથે ગાળી રહ્યા છે. અને મજાની વાત એ છે કે ગૌમાતાને ગળે લગાડી એક કલાક પાસે બેસવાના રૂ. 15 હજાર સુધીની રકમ ચૂકવી રહ્યા છે.

અમેરિકાના ન્યુ યોર્ક, ટેક્સાસ, હવાઈ અને લોસ એન્જલસમાં તનાવ દૂર કરવા માટે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ‘કાઉ કડલીંગ’ નામે સુવિખ્યાત થયેલા આ ટ્રેન્ડ મુજબ યુ.એસ.માં લોકો ગાયને ગળે લગાડી તનાવ દૂર કરી રહ્યા છે. આ માટે ઘણી નોનપ્રોફિટ સંસ્થાઓ સેવાઓ આપી રહી છે. ખાસ કરીને જે સ્થળોએ બચાવવામાં આવેલી ગાયો રાખવામાં આવે છે. તે સ્થળે ગાયના ગળે હાથ ફેરવવા તેમજ તેની સાથે એક કલાક બેસવા માટે લોકો એક કલાકના 200 ડોલર એટલે કે અંદાજે 15 હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે અને આ પૈસાથી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે.

- text

તણાવ દૂર કરવા અમેરીક્ન લોકો પ્રેમથી ગૌમાતાના ગળા તથા પીઠ ઉપર હાથ ફેરવવામાં આવે છે. જયારે તે બેઠી હોય ત્યારે તેના પેટ કે પીઠ ઉપર માથું રાખી જમીન ઉપર આરામ ફરમાવી તાણ અને અસ્વસ્થતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે રીતે નાનું બાળક માતાના ખોળામાં શાંતિનો અનુભવ કરે છે તે રીતે ગાય માતા પાસેથી શાંતિ મળી રહી હોવાનો અનુભવ થાય છે.

 

- text