મોરબી જિલ્લાના ધો. 1થી 8ના 89,056 વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

- text


સતત બીજા વર્ષે સરકારી શાળાના વિદ્યાર્થીઓને વગર પરિક્ષાએ થશે પાસ
એક વર્ષથી વધુ સમય સુધી શાળા બંધ રહ્યા બાદ 3 મેથી 6 જૂન સુધી વેકેશન

મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓ કોરોનાને કારણે સતત એક વર્ષ કરતા વધુ સમયથી બંધ છે. જો કે વચ્ચે ઉચ્ચ ધોરણના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. પણ કોરોનાની સેકન્ડ વેવે તરખાટ મચાવતા એ વર્ગો પણ બંધ કરી દેવાની નોબત આવી હતી. હજુ કોરોનાનો કહેર ચાલુ હોય અને શાળા ખુલે એમ ન હોય તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય એમ જ ન હોવાથી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચડાવવાની પક્રિયા હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લાની ધો. 1થી 8ની 500થી વધુ સરકારી પ્રાથમિક શાળામાં 3 મેથી 6 જૂન સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાને કારણે અભ્યાસ માટે આખું વર્ષ ફેઈલ જતા હવે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. જેમાં ધો. 1ના 10065, ધો. 2ના 12065, ધો. 3ના 12252, ધો. 4ના 11954, ધો. 5ના 11757, ધો. 6ના 11392, ધો. 7ના 9465 અને ધો. 8ના 10106 વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચડાવામાં આવશે. આ રીતે જિલ્લાના સરકારી શાળાના ધો. 1થી 8 ના કુલ 89056 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

હાલ કોરોનાનો કહેર છે. ઉપરાંત, ઉનાળુ વેકેશન હોય ત્યારે વેકેશન પૂરું થયા બાદ પરિસ્થિતિ મુજબ શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય જાહેર કરાશે.

- text