મોરબીમાં બ્રાઇડલ કોમ્પિટિશન સંપન્ન : 15 બ્યુટી પાર્લર સંચાલિકાઓએ ઉત્સાહભેર લીધો ભાગ

- text


મોરબી : ટાઉન હોલ ખાતે બ્રાઇડલ કોમ્પિટિશન સખી કલબ દ્રારા યોજવામાં આવ્યું હતું. બ્રાઇડલ કોમ્પિટિશનમાં નિર્ણયક તરીકે રાજકોટથી ટ્વિન્સ મેકઓવર ચલાવતા શિતલબેન સોમૈયા અને અમદાવાદ શૈલ્ય બ્રાઇડલ સ્ટુડિયો ચલાવતા શિતલબેન પટેલ આવ્યા હતા. કોમ્પિટિશનમાં 15 જેટલા મોરબી જિલ્લામાં બ્યુટી પાર્લર ચલાવતા બહેનોએ ભાગ લીધો હતો.

જેમાં કોમ્પિટિશનમાં પ્રથમ નંબર એ સુરભી બ્યુટી પાર્લર ચલાવતા દિવ્યાબેન ઉત્તીર્ણ થાય, દ્વિતિય નંબર એ રોયલ બ્યુટી પાર્લર ચલાવતા ક્રિષ્ના બેન ઉત્તીર્ણ થયા હતા, તૃતીય નંબર એ તરુણ બ્યુટી પાર્લર ચલાવતા નિશા બેન ઉત્તીર્ણ થયા હતા.બ્રાઇડલ કોમ્પિટિશન બાદ નિર્ણયકે પોતાની કલા રજુ કરતા આગવી શૈલીના મેકઅપનું નોલેજ શિતલબેન સોમૈયા એ આપ્યું હતું અને હેરસ્ટાઇલનું નોલેજ શિતલબેન પટેલ એ આપ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતમાં 34 મૉડલ ઓ નું રેમ્પ વૉક નું અદભૂત અને મનમોહન દ્રશ્ય જોવા મળ્યું હતું. કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામ પ્રોત્સાહન રૂપે ભેટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અંતમાં નિધિ પટેલ જણાવ્યું કે સખી કલબનો મુખ્ય ધ્યેય સ્ત્રીઓ પ્રોત્સાહિત કરવાનું તેમજ તેમને એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનું છે.

- text

- text