ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

- text


10 મેથી 25 મે દરમ્યાન બોર્ડની પરીક્ષા લેવાશે: SSC માટે સવારે 10થી 01:15 કલાકનો સમય જ્યારે HSC માટે બપોરે 03:થી 06:30 સુધીનો સમય રહેશે

મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 10/05/21થી તારીખ 25/05/21 દરમ્યાન બોર્ડની બન્ને ધોરણની પરીક્ષા લેવાશે.

વિષયોના વિગતવાર ટાઇમટેબલની તારીખો જોઈએ તો, SSC (ધોરણ 10) માટે, 10/5/21ને સોમવારે ભાષા વિષયનું પેપર લેવાશે. જેમાં ગુજરાતી, ( હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તમિલ, તેલગુ અને ઉડીયા – પ્રથમ ભાષા વિષય), 12/05/21ને બુધવારે વિજ્ઞાન, 15/05/21 શનિવારે ગણિત, 17/05/21ને સોમવારે સામાજિક વિજ્ઞાન, 18/05/21 મંગળવારે ગુજરાતી (દ્વિતીય ભાષા), 19/05/21 બુધવારે અંગ્રેજી, હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દુ (તમામ દ્વિતીય ભાષા)ની પરીક્ષાઓ યોજાશે. તારીખ 20/05/21ને ગુરુવારે દ્વિતીય ભાષામાં હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દુના પેપર લેવાશે. તમામ પરીક્ષાનો સમય સવારે 10થી 01:15 કલાકનો રહેશે.

- text

જ્યારે સંસ્કૃત પ્રથમાની પરીક્ષાઓમાં 10/05/21 સોમવારે સાહિત્યમ, 12/05/21 બુધવારે વિજ્ઞાન, 15/05/21 શનિવારે ગણિત , 17/05/21ને સોમવારે સામાજિક વિજ્ઞાનમ, 18/05/21ને મંગળવારે વ્યાકરણમ, 19/05/21ને બુધવારે અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને 20/05/21ને ગુરુવારે પૌરોહિત્યમાં થિયરી* અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ (થિયરી)ની પરીક્ષા યોજાશે.

જ્યારે ધોરણ 12નું ટાઇમટેબલ જોઈએ તો,10/5ને સોમવારે ભૌતિક વિજ્ઞાન, 12/5ને બુધવારે રસાયણ વિજ્ઞાન, 15/05ને શનિવારે જીવવિજ્ઞાન, 17/5ને સોમવારે ગણિત, 19/5/ને બુધવારે અંગ્રેજી (પ્રથમ ભાષા તથા દ્વિતીય ભાષા) અને 21/5/2021ને શુક્રવારે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી તથા તામિલ (પ્રથમ ભાષા)ના પેપરો લેવાશે. તમામ વિષયોનો પરીક્ષા સમય બપોરે 03:00થી 06:30 સુધીનો રહેશે.

- text