મોરબીમાં મહિલા પ્રગતિ મંડળ દ્વારા મહિલા સ્વાવલંબન અંગે સેમિનાર યોજાયો

- text


મોરબી : ગઈકાલે તા. 18ના રોજ મહિલા પ્રગતિ મંડળ દ્વારા મહિલાઓએ પગભર થવા માટે રાજ્ય સરકારના મહિલા આર્થિક વિકાસ નિગમના નેજા હેઠળ સરકાર તરફથી મહિલાઓને મળતી ધંધા-ઉદ્યોગ માટેની લોન અંગે મહિલાઓને માહિતીગાર કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી સેમિનારનો લાભ લીધો હતો.

વધુમાં, ગત તા. 13ના રોજ મોરબી તાલુકામાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સીવણ-ભરતકામ વિભાગ અંતર્ગત સીવણ ક્લાસમાં આવતી મહિલાઓ તેમજ અન્ય લાભાર્થીઓને ચાર્મીબેન દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાઓ અંગે તેમજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પબ્લિક બેઇઝ સપોર્ટિંગ સેન્ટરના પીયુતાબેન અને રેખાબેન દ્વારા ઘરેલુ હિંસા અંગે જાગૃતિ આવે તેવી માહિતી આપવામાં આવી હતી. તેમજ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી અને અન્ય વિવિધ સહાય યોજનાની માહિતી રેખાબેન દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થા વતી સ્વાગત પ્રવચન સુજાતાબેને આપ્યું હતું અને આભાર-દર્શન પરમાર હીનાબેને કરી હતી. તેમજ સંસ્થાના હોદ્દેદારોમાં ઉપપ્રમુખ વિપુલભાઈ અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચન આપેલું હતું. અને આ કાર્યક્રમમાં શીતલબેન સંપટ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text