મોરબી : ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગો ઇ-ગ્રામ કેન્દ્ર મારફતે યોજનાઓ અંગે ઓનલાઇન અરજી કરી શકશે

- text


ગ્રામ્ય કક્ષાના દિવ્યાંગોને જિલ્લા કક્ષાએ આવવાની જરૂર નહીં પડે

મોરબી : હવે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ વાલીઓને સમાજ સુરક્ષા ખાતા હસ્તકની યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ પંચાયત ઓફીસમાં ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે કરી શકાશે. ગ્રામ્ય કક્ષાએ પંચાયત કચેરીના ઇ-ગ્રામ કેન્દ્ર મારફતે કોઇપણ લાભાર્થી નિયત રૂ. ૨૦નું ચૂકવણું કરીને ઓનલાઇન અરજી કરી શકશે.

- text

દિવ્યાંગો માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા એસ.ટી.બસમાં મફત મુસાફરી પાસ, દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ જેવી યોજનાઓ કાર્યરત છે. જેનો દિવ્યાંગો હવે ગ્રામ્ય કક્ષાએથી જ અરજી કરીને લાભ મેળવી શકશે. ગ્રામ્ય કક્ષાએ ઓનલાઇન અરજીની વ્યવસ્થાથી દિવ્યાંગ લાભાર્થીઓને હવે જિલ્લા કક્ષાએ અરજી માટે ધક્કો ખાવાની જરૂર નહીં પડે અને આ સુવિધાથી દિવ્યાંગ લાભાર્થીઓને અરજી કરવી વધુ સુગમ બની રહેશે. તેથી, મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગ લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ ઓનલાઇન અરજીની સુવિધાનો લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયાની યાદીમાં જણાવાયું છે.

- text