મોરબીની ગોસ્વામી અવની રાજ્ય કક્ષાની ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

- text


સ્પોર્ટ્સ, યુથ એન્ડ ક્લચર એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : મોરબી જિલ્લાની નવયુગ શૈક્ષણિક સંકુલમાં અલગ-અલગ પ્રવૃતિઓ ચાલી રહી છે. અને આ પ્રવૃત્તિને અંતર્ગત કોઈ સ્પર્ધા હોય તો તેમાં પણ છાત્રો જોડાઈ છે. તાજેતરમાં જ સ્પોર્ટ્સ યુથ એન્ડ કલચરલ એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત રાજય કક્ષાની સ્પર્ધામાં મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલના છાત્રા અવની ગૌસ્વામીએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં અવનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજય કક્ષાએ વિજેતા બની હતી. અને નવયુગ સંકુલ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. અવનીએ શાળામાંથી જ અભ્યાસની સાથે ગાયનની તાલીમ મેળવી હતી. અને વિવિધ સ્પર્ધામાં પણ વિજેતા બની હતી. આગામી સમયમાં અવની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. નવયુગ સંકુલની છાત્રાએ મેળવેલ સિદ્ધિ પ્રમુખ બદલ પી.ડી.કાંજીયા અને નવયુગ પરીવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text