હજનાળી ગામમાં વાહન અકસ્માતમાં બાઇકસવાર બે ભાઈઓ ઈજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામમાં રહેતા કિરણભાઈ કરસનભાઈ ધંધુકિયા અને ચંદુભાઈ કરસનભાઈ ધંધુકિયા નામના બે ભાઈઓ તેમના બાઈકમાં મોડી રાત્રીના દસેક વાગ્યે ઘરેથી વાડીએ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમના બાઇકનો અકસ્માત થતા બંને ભાઈઓને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ હાલ પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text

- text