ઈન્ક્મ ટેક્સ રિટર્ન, ટેક્સ ઓડિટ સહિતના ફાઇલિંગની મુદત વધારવા સાંસદ કુંડારિયાની રજુઆત

- text


સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણને લેખિત રજુઆત કરી

મોરબી : મોરબી CPE ચેપ્ટરના CA વિજય સીતાપરા અને CA રાજેશ અરણિયાની અપીલ સ્વીકારીને તેમના વતી રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઈન્ક્મ ટેક્સ ઓડિટ, જીએસટી ઓડિટ અને ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારવા માટે દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણને લેખિત રજુઆત કરવામાં આવી છે.

- text

તેમણે લેખિતમાં જણાવ્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોવાથી ટેક્સ પેયરને પણ નાણાકીય અને ધંધામાં આવતી અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, ટેક્સ પેયરની અપીલ છે કે ટેક્સ ઓડિટ અને ઈન્ક્મ ટેક્સ ઓડિટ માટેની નિર્ધારિત મુદત લંબાવી અંતિમ તા. 28 ફેબ્રુઆરી, 2021 કરવામાં આવે, ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઇલિંગની અંતિમ તા. 31 માર્ચ, 2021 કરવામાં આવે તેમજ GST (GSTR9) હેઠળ એન્યુઅલ રિપોર્ટ્સ અને વર્ષ 2018-’19ના રીકન્સીલિએશન સ્ટેટમેન્ટ (GSTR9) ફાઈલ કરવાની મુદત 31 જાન્યુઆરી, 2021 સુધીની કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

- text