આજે 1971 યુદ્ધનો વિજય દિવસ : હળવદના શહીદ વીરે ચાર ગોળીઓ ખાઈને પણ ગ્રેનેડ સાથે દોડ મૂકી દુશ્મનોના બંકર ઉડાવ્યા…

- text


 

ભારત- પાકિસ્તાન વચ્ચેના 1971ના યુધ્ધમા નાના એવા કોયબા ગામના શહીદવીર વનરાજસીંહ ઝાલાનુ મોટુ યોગદાન

હળવદ : 1971ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં 93000 દુશ્મનોને આત્મ સમપૅણ કરવા મજબૂર કરીને ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું. આ યુધ્ધમાં 3900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. યુધ્ધમાં હળવદ તાલુકાના કોયબા ગામના વનરાજસિંહ ઝાલાની વિરતા દેશભરમાં વખણાય હતી. તેઓ કોયબા ગામના હાલુભા રામભા ઝાલાના પુત્ર હતા. તેઓને નાનપણથીજ દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના હતી.

સમય જતા વનરાજસિહ આર્મીમાં ભરતી થયા અને સૌ પ્રથમ દિલ્લી ખાતે તાલીમ મેળવી ત્યારબાદ રાજપુતાના રાઈફલ બટાલિયન સાથે કાશ્મીર મોરચે પોતાની ફરજ સંભાળી હતી. 8-10 મહીનાની ફરજ દરમિયાન તા-3-12-1971 ના દિવસે પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે વનરાજસિંહ પોતાની પલ્ટન સાથે કાશ્મીર મોરચે પાકિસ્તાન સામે જંગ ખેલવા પહોચી ગયા હતા. દુશ્મનો ઉપર પ્રચંડ આક્રમણ કર્યું હતું. પાકિસ્તાની વિવિધ ટુકડીઓને પિછે હટ કરાવી સામ સામે ઘણા સૈનિકો ઘવાયા ફરી 15-ડિસેમ્બરે દુશ્મનોએ પુરી તાકાત સાથે આક્રમણ કર્યુ હતું.

પોતાના બંકરમા રહીને આપણી બટાલિયનને પિછે હટ કરાવવા દુશમનોએ કમરકસી અને સામ સામે કોણ પિછેહટ કરે છે તેની હોડ જામી હતી. અંધાધૂંધ ગોળીબાર થયો ભીષણ જંગ જામ્યો અને વિમાનોની ધણધણાટી, આગજરતી તોપ અને ચારેય બાજુએથી ઉડતા લોહીના ફુવારાઆેથી ભલ ભલાના હાડ થંભી જાય તેવા ભયાનક દ્રશ્ય દેખાય રહ્યા હતા. દુશ્મનોએ પોતાના બંકરમા છુપાઈને આપણી બટાલિયન ઉપર ગોળીઓનો ધોધ છોડી દિધો હતો. આમા આપણા અનેક સૈનિકો ઘવાયા હતા.

- text

જેમા વનરાજસિંહ ઝાલાના દેહમા ચાર ચાર ગોળીઓ ધરબાય ગઇ હતી. આપણી બટાલિયનના સૈનિકોને ઘાયલ જોઇ બંકરમા છુપાયેલા દુશ્મનો આપણને મ્હાત આપવાનો મનસૂબો ઘડે તે પહેલા વનરાજસિંહ ઝાલાએ લોહિ નિતરતા શરીરે ભંયકર સિંહ ગર્જના કરી બાજુએ પડેલા હેન્ડ ગ્રેનેડ બોમ્બની હારમાળાને હાથમા ધારણ કરીને દુશમનના બંકર તરફ સામી છાતીએ દોટ મુકી વનરાજસિંહ ઝાલાએ જય હિન્દના જયઘોષ સાથે બંકરમા છેલ્લી છંલાગ લગાવી પ્રચંડ બોમ્બ વિસ્ફોટ કર્યો અને ઉડતા માસના ટુકડા અને લોહિના ફુવારાઆેથી દુશ્મનના સપના રકતરંજીત થઇ ગયા હતા.

વનરાજસિંહ ઝાલાએ દુશ્મનોના આખા બંકરને ટુકડી સાથે ફુકી નાખ્યા અને તેવોએ અમર બલિદાન આપીને શહીદી વહોરી. હળવદ તાલુકામાં વનરાજસિંહની વિરતા આજે પણ વખાણાય છે. આજે તાલુકાના નાગરીકોની મોટી સંખ્યામાં શોક સભા ભરાઇ હતી. જેમા કલેકટર સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text