ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરો તૈયાર કરવાના તાલીમ વર્ગ શરુ

- text


મોરબી : ગુજરાત રાજય યોગ બોર્ડ આયોજિત તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રે યોગ ટ્રેનરો તૈયાર કરવા માટે યોગ બોર્ડએ નિમેલા પ્રશિક્ષિત યોગ કોચ દ્વારા તાલીમ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં યોગ બોર્ડ તરફથી યોગ તાલીમ તથા પ્રમાણપત્ર મેળવીને આપ યોગ ટ્રેનર (શિક્ષક) તરીકે ગુજરાત રાજય યોગ બોર્ડના નિયમ અનુસાર નિયમીત માત્ર દરરોજનો એક કલાકનો સમય આપી રૂ. 3000થી વધુની માસિક આવક મેળવી શકાય છે.

- text

પ્રથમ બેચ તા. 1થી 31 ડિસેમ્બર સુધી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાવાની છે. આ બેચ મોરબીમાં સરદાર બાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રાખવામાં આવેલ છે. જેમાં વય મર્યાદા 15થી 60 વર્ષ છે. આ પ્રથમ તાલીમ વર્ગમાં ટ્રેનર તરીકેની તાલીમ લેવા ઇચ્છુક વ્યકિતએ ફોન દ્વારા રૂપલબેન શાહને મો. નં. 99793 83797 પર જાણ કરવાની રહેશે.

- text