મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ જમીન દિવસની ઊજવણી કરાઇ

- text


મોરબી : દર વર્ષે તા. 5 ડીસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જે નિમિત્તે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વૈજ્ઞાનિક ડો. હેમાંગીબહેન ડી. મહેતાએ તમામ ખેડૂતોને તથા મહેમાનોને આવકારેલ હતા. અને જમીન ચકાસણીનું મહત્વ સમજાવેલ હતું. કાર્યક્રમમાં સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડો. એલ. એલ. જીવાણીએ પ્રાસંગીક પ્રવચન આપેલ હતું. તથા ખેડૂતોએ જમીન ચકાસણીનો રીપોર્ટ કરાવવો જોઈએ, તેવી માહીતી આપેલ હતી.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જીલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણએ જમીન ચકાસણી કરાવતા ખેડૂતોના ખેતરમાં જે પોષક તત્વ ખૂટતુ હોય તે જ જમીનમાં નાંખવું અને સેન્દ્રીય ખાતરના ઉપયોગ પર ભાર આપ્યો હતો. તથા વૈજ્ઞાનિક ડી. એ. સરડવાએ જમીનનું પૃથ્થકકરણ કરવા ખેતરમાંથી જમીનનો નમૂનો કેવી રીતે લેવો, તેના વિશે ખેડૂતોને વિગતવાર શીખવ્યું હતું. આ કાર્યક્ર્મમાં એન. જી. રામોલીયા (મદદનિશ ખેતી અધિકારી) તથા ડી. સી. ઝાલરીયા પણ ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્ર્મના અંતમાં ખેતીવાડી અધિકારી વિનૂજી ઠાકોરે દરેકનો આભાર વ્યકત કરેલ હતો.

- text

- text