ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૧૭ અને ચાંદીમાં રૂ.૧,૪૦૩નો ઉછાળો: કોટનમાં નરમાઈનો માહોલ

- text


કપાસ, મેન્થા તેલમાં ઘટાડો: સીપીઓમાં સુધારો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી: પ્રથમ સત્રમાં રૂ.૧૨૩૨૪.૭૬ કરોડનું ટર્નઓવર

 

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૮૬,૧૪૪ સોદામાં રૂ.૧૨,૪૮૭.૫૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૭ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૪૦૩ ઊછળ્યો હતો, જ્યારે જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે સીપીઓ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૪૭૪૦ સોદાઓમાં રૂ.૬૭૧૯.૧૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૧૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૫૫૯ અને નીચામાં રૂ.૪૭૭૦૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૭ વધીને રૂ.૪૮૧૦૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૮૫૮ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૮૬૮ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૦ વધીને બંધમાં રૂ.૪૮૩૪૮ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૯૯૦૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૬૬૯ અને નીચામાં રૂ.૫૯૫૧૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૦૩ વધીને રૂ.૬૦૫૨૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૧૪૧૭ વધીને રૂ.૬૧૬૯૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૪૦૯ વધીને રૂ.૬૧૭૦૩ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૮૫૨૩ સોદાઓમાં રૂ.૨૩૫૪.૫૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૩૨૭ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૬૯ અને નીચામાં રૂ.૩૩૦૭ બોલાઈ
પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ વધીને રૂ.૩૩૪૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૧૧૬ સોદાઓમાં કુલ રૂ.૨૭૬.૧૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૦૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૦૨૦ અને નીચામાં રૂ.૧૯૮૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૦ ઘટીને રૂ.૧૯૯૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૭૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૩ વધીને બંધમાં રૂ.૮૮૦.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૩.૬ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૭.૪ અને નીચામાં રૂ.૯૪૧.૧ રહી, અંતે રૂ.૯૪૩.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૪ અને નીચામાં રૂ.૧૧૮૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૧૧૮૭ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૬૨૭૪ સોદાઓમાં કુલ રૂ.૩૬૮૩.૦૯ કરોડ ની કીમતનાં ૭૬૫૬.૦૧૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૮૪૬૬ સોદાઓમાં કુલ રૂ.૩૦૩૬.૦૭ કરોડ ની કીમતનાં ૪૯૬.૨૩૬ ટન, ક્રૂડ તેલમાં ૬૪૦૮ સોદાઓમાં રૂ.૪૨૭.૮૭ કરોડનાં ૧૨૮૧૧૦૦ બેરલ્સ, કોટનમાં ૨૨૬ સોદાઓમાં રૂ.૨૦.૯૩ કરોડનાં ૧૦૫૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૨૧ સોદાઓમાં રૂ.૨૪૯.૮૮ કરોડનાં ૨૮૪૨૦ ટન, મેન્થા તેલમાં ૪૪ સોદાઓમાં રૂ.૪.૬૯ કરોડનાં ૪૯.૬૮ ટન, કપાસમાં ૨૫ સોદાઓમાં રૂ.૬૬.૬૩ લાખનાં ૧૧૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૫૫૧.૬૪૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૦૭.૯૭૯ ટન, ક્રૂડ તેલમાં ૧૭૨૪ બેરલ્સ, કોટનમાં ૬૨૮૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૯૧૩૦ ટન, મેન્થા તેલમાં ૧૩૮.૨૪ ટન અને કપાસમાં ૫૫૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૯૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૮૮.૫ અને નીચામાં રૂ.૨૩૭૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૫૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૧૨૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૪૫.૫ અને નીચામાં રૂ.૩૮૫૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૯૭૫.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૭૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૯૦ અને નીચામાં રૂ.૧૦૭૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૭૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૦૦૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૧૨ અને નીચામાં રૂ.૨૪૪૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૭૯ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩ અને નીચામાં રૂ.૧૦૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૫.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૧.૯ અને નીચામાં રૂ.૧૨૬.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૭ બંધ રહ્યો હતો.

- text