મોરબી જિલ્લામાં ધો. 6 અને 7માં 20થી ઓછી સંખ્યા હોય તેવી 61 શાળાઓના વર્ગોને મર્જ કરાયા

- text


જિલ્લા શિક્ષણાધિકારીએ 20 વધુ સંખ્યા હોય તેવી શાળામાં 7થી 8ના ક્રમિક વર્ગો શરૂ કરવા આદેશ કર્યો

મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં ધો. 6 અને 7 એમ બંને ધોરણ મળીને કુલ 20થી ઓછી સંખ્યા ધરાવતી ધો. 6 અને 7 પ્રાથમિક શાળો બાજુની વિશાળ સુવિધા ધરાવતી શાળામાં મર્જ કરવા અને જે શાળામાં વર્ગો મર્જ થયા છે ત્યાં 7 અને 8ના ક્રમિક વર્ગો શરૂ કરવા આદેશ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામા આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તેમના આદેશમાં સાથે ઉમેર્યું હતું કે 2 કિમીની અંદર મર્જ કરવાની રહેશે. જો કોઈ કારણસર 2 કિમીથી વધતું હોય તો ટ્રાન્સપોર્ટ સુવિધાઓ માટે શાળાએ સીઆરસી બી.આર.સી.ને દરખાસ્ત કરવાની રહેશે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટ 2012 અંતર્ગત મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારીની અમલવારી થયા બાદ ધોરણ 1થી 5 નિમ્ન પ્રાથમિક અને ધોરણ 6થી 8 ઉચ્ચ પ્રાથમિક એમ બે ભાગ કરવામાં આવેલ છે. અને ધોરણ 1થી 5માં પી.ટી.સી.ની પદવી પ્રાપ્ત શિક્ષકો અભ્યાસ કરાવે અને ધો. 6થી 8માં બી.એડ. થયેલ વિષય નિષ્ણાંત, વિષય શિક્ષકો અભ્યાસ કરાવે એવી જોગવાઈ કરવામાં આવેલ છે. ઉચ્ચ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને વિષય શિક્ષકો અને વધુ સુવિધા ધરાવતી શાળાનો લાભ મળી રહે એ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દ્વારા આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગની ગાઇડલાઈન મુજબ જે શાળાઓમાં ધોરણ 6 તેમજ 6 અને 7 બન્ને ધોરણનો સરવાળો મળી 20થી ઓછા થતા હોય તો તેવી શાળાઓ 2 કિમીના વિસ્તારમાં મર્જ કરવા જણાવાયું છે. આ ગાઇડલાઈન મુજબ મોરબી જિલ્લાની 61 જેટલી શાળાઓના ધોરણ 6 અને 7 ના વર્ગો બાજુની વધુ સુવિધા ધરાવતી ધોરણ 1 થી 8 ધરાવતી શાળામાં મર્જ કરવાના આદેશો કરવામાં આવ્યા છે.

- text

મોરબી જિલ્લામાં 61 શાળાઓ એવી હતી કે જ્યાં ધોરણ 6 અને 7 બંને ધોરણ મળીને કુલ 20થી ઓછી સંખ્યા ધરાવતી શાળા કે જેની બાજુમાં જ આર.ટી.ઈ.ની જોગવાઈ મુજબ બે કિલોમીટરની અંદર વિશાળ સુવિધા ધરાવતી અને ધો 6થી 8 માં વિષય શિક્ષકો ધરાવતી શાળામાં વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત શિક્ષકોના જ્ઞાનનો લાભ મળી રહે એવા હેતુસર શિક્ષણ વિભાગના આદેશ અન્વયે મોરબી તાલુકાની 18, ટંકારા તાલુકાની 7, વાંકાનેર તાલુકાની 25, માળિયા તાલુકાની 5 અને હળવદ તાલુકાની 6 એમ કુલ 61 શાળાઓના ધોરણ 6 અને 7 બાજુની શાળામાં મર્જ કરવાના આદેશ જારી કરાયા છે.

શિક્ષકોનો આંતરજિલ્લા બદલી કેમ્પનું આયોજન

શાળામાં ધોરણ 6 7 ના વર્ગ મર્જ થવાને કારણે શિક્ષકોની જગ્યા ફાજલ થવાને કારણે તેમજ નવી શાળાઓમાં શિક્ષકની ઘટ્ટ ન થાય તે માટે શિક્ષણાધિકારી દ્વારા બદલી કેમ્પનું આયોજન કર્યું છે. વખતોવખતના બદલીના નિયમોની જોગવાઈ મુજબ શાળા મર્જ થતા ઓવર સેટ અપ થતા શિક્ષકોના વધ-ઘટના બદલી કેમ્પ ટંકારા, માળિયા અને હળવદ તાલુકામાં 27.11.2020 અને મોરબી, વાંકાનેર, તાલુકા તથા જનરલ વધ-ઘટ બદલી કેમ્પ તા. 28.11.2020ના રોજ કરાયુ છે.

- text