મોરબીના આલાપ પાર્કના બાળકો દ્વારા લોકડાઉનમાં બનાવેલ વિવિધ વસ્તુઓનું એક્ઝિબિશન યોજાયું

- text


મોરબી : મોરબીમાં 80 ફૂટ રોડ ખાતે આવેલ આલાપ પાર્કમાં તા. 21, 22 અને 23 નવેમ્બરના રોજ બાળકો દ્વારા બનાવેલ પેઇન્ટિંગ, ગિફ્ટ કાર્ડ, ગીફ્ટ બોક્સ, ન્યુઝ પેપરની વસ્તુઓ જાતે બનાવી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાતમાં સ્કુલો બંધ છે. તેમજ સરકાર દ્વારા થોડા મહિનાઓ માટે લોકડાઉન પણ લાદવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં 80 ફૂટ રોડ ખાતે આવેલ આલાપ પાર્કના બાળકોએ લોકડાઉનના સમયનો સદ્દઉપયોગ કરીને પેઇન્ટિંગ, ગીફ્ટ કાર્ડ, બર્થ-ડે કાર્ડ, ન્યુઝ પેપરના કટિંગમાંથી બનાવેલ વસ્તુઓ, ગીફ્ટ બોક્સ જેવી અનેક વસ્તુઓ પોતાની મહેનત અને આવડત વડે બનાવી અને તે વસ્તુઓનું આલાપ પાર્ક સોસાયટી ખાતે પ્રદર્શન યોજ્યું હતું. જેનો લાભ સોસાયટીના રહીશોએ તથા તે વિસ્તારના સ્થાનિકોએ લીધો હતો. અને બાળોકોને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text