ખેડુતોને બ્રાહ્મણી-1 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવા કલેકટરને રજૂઆત

- text


મોરબી : બ્રાહ્મણી-1 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવા બાબતે મોરબી જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ મનીષાબેન સરાવડીયા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં ખેડુતો શિયાળુ પાકના વાવેતર માટેની કામગીરી હાથ ધરેલ છે અને ઘણી જગ્યાએ પુરી પણ કરેલ છે. અને આજે નવેમ્બરની 23મી તારીખ થયા બાદ પણ હળવદ તાલુકામાં આવેલ બ્રામણી-1 ડેમમાંથી સિંચાઇ માટે નહેરમાં પાણી આપવામાં આવેલ નથી. જેથી, ખેડૂતોની ચિંતામાં વધારો થયેલ છે. આ વર્ષમાં રૂતુ પાક પણ અતિવૃષ્ટીના કારણે સદંતર નિષ્ફળ ગયેલ અને જો તંત્ર તરફથી શિયાળુ પાક માટે સમયસર પાણી આપવામાં નહીં આવે તો ખેડુતો કુદરતની અને તંત્રની બમણી મારથી પાયમાલ થઇ જશે. અને ખેડૂતોની હાલત અતિ કફોડી થશે. જેથી, બ્રામણી-1 ડેમમાંથી વહેલી તકે સિંચાઇ માટે પાણી આપવામાં આવે તેવી ભલામણ સાથે અપીલ કરવામાં આવી છે.

- text