મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધા સંપન્ન : મનમોહક રંગોળી દોરી સ્પર્ધકોએ સૌના દિલ જીત્યા

- text


 

19 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો : કુદરતી દ્રશ્યોની સાથે કોરોના વોરિયર્સની ફરજ નિષ્ઠા અને સાવચેતી અંગેના મેસેજની રંગોળી દોરીને સ્પર્ધકોએ પોતાની કલાના કામણ પાથર્યા

મોરબી : દીપોત્સવીનો તહેવાર એટલે રોશનીનો ઝગમગાટ કરીને ભીતરમાં રહેલા અંધકારને દૂર કરવાનું પર્વ છે.તેમાંય વર્ષોથી દિવાળીના તહેવારોમાં ઘરેઘરે દરેક આંગણામાં સુંદર મજાની રંગોળી દોરવાની બેજોડ પરંપરા છે.ત્યારે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને સુંદર અને કલાત્મક રંગોળી દોરતા લોકોની કલામાં નિખાર આવે તેવા હેતુસર મોરબી અપટેડ દ્વારા રંગોળી સ્પર્ધા 2020નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી લોહાણા વિધાર્થી ભવન ખાતે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકોની રંગોળી દોરવાની કલા નિખરી હતી.ભલભલા લોકોના મોઢા આશ્ચર્યથી પહોળા થઈ જય તેવી મનમોહક રંગોળી દોરી હતી.

મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં કુલ 19 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં 4 બાય 4 ફૂટની રંગોળી દોરવાની અને રંગોળી દોરવામાં પાકા કલર સિવાય કોઈપણ કલર વાપરી શકે અને વેસ્ટમાંથી બેસ્ટ રંગોળી બનાવી શકે તેવા નિયમો હતા.આ રંગોળી સ્પર્ધામાં ક્રિષ્નાબેન ગોપાણી, સોનાલીબેન વડસોલા, માનસી અધારા, ચેતના વડગામા, ભૂમિકા ઘેલાણી, દિયા પોપટ, કીદીશા પોપટ, અંકિતા કાલાવડીયા, ભૂમિકા ઘેલાણી, સપના રાઠોડ, શિવાંગી મુંજારિયા,સીમાબેન પુજારા, બંસી વાળા,કારીયા કંદ્રા, જાનકી ત્રિવેદી, શ્રદ્ધા કાલરીયા, જાનવી પાટડીયા, નીતાબા મકવાણા,વિભાબેન સબાપરા, કલ્પનાબેન પટેલે કુદરતી દ્રશ્યો કોરોના વોરિયર્સની ફરજ નિષ્ઠા, કોરોના સામે જનજગૃતિ, શિવલિંગ, જલારામબાપા ,સહિતના અનેકવિધ પ્રકારની વૈવિધ્ય સભર અદભુત રંગોળી બનાવી હતી.આ સ્પર્ધકોએ એકથી એક ચડિયાતી મનોહર રંગોળી બનાવીને પોતાની અનુપમ કલાની પરિચય કરાવ્યો હતો.

19 સ્પર્ધકોની કલાત્મક રંગોળીના નબરો આપીને અંકિતાબેન કલાવડીયાની કોરોના વોરિયર્સની રંગોળી પ્રથમ ,ક્રિષ્નાબેન ચાપણી બીજા નંબરે અને કારીયા કંદ્રા ત્રીજા નંબરે વિજેતા જાહેર થયા હતા.આ વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ રંગોળી સ્પર્ધામાં સૌથી મહત્વની બાબત એ હતી કે ,ભાગ લેનાર તમામ લોકોએ કલાત્મક રંગોળી બનાવવાની સાથે હાલમાં કોરોના મહામારી સામે કેવી કેવી કાળજી રાખવી અને કોરોના વોરિયર્સની ફરજ નિષ્ઠાને રંગોળીના માધ્યમથી બિરદાવી હતી.આ રંગોળી સ્પર્ધામાં જજ તરીકે સોનલબેન શાહ, ધરતીબેન બરાસરા અને કમલેશભાઈ પ્રજાપતિએ ઉમદા ફરજ નિભાવી હતી.જ્યારે આ રંગોળી સ્પર્ધાને સફળ બનાવવા માટે કાજલબેન ચંડીભમમર, નિરાલીબેન વિડજા, અવનીબેન ફુલતરિયા ,રીમાબેન શેરસિયા, રવિભાઈ બરાસરા, ઋત્વિકભાઈ નિમાવત સહિતની મોરબી અપડેટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રથમ નંબર


દ્વિતીય નંબર

- text


તૃતીય નંબર



- text