રંગપર નજીક ટેન્કર રિવર્સ લેતી વખતે હડફેટે આવતા એકનું મોત

- text


મોરબી : રંગપર નજીક ટેન્કરચાલકે રિવર્સ લેતી વખતે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 9ના રોજ મોરબીના જેતપર રોડ પર રંગપર નજીક ભોલે હોટલ પાસે ટેન્કર નં- GJ-12-W-7243એ ટેન્કર બેદરકારીપૂર્વ પુરઝડપે રીવર્સમાં લેતા સુરેશભાઇ અમરસિંગ ચન્ડેલને પાછળના જોટામાં હડફેટમાં લઇ એક્સીડન્ટ કરતા માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી, સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ જીતેન્દ્રભાઇ અમરસીંગભાઇ ચન્ડેલએ ફરિયાદ લખાવતા પોલીસે ટેન્કરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text