રસોઈ કરવા જેવી સામાન્ય બાબતમાં માતા અને બહેનની હત્યા કરનાર નરાધમ યુવાન ઝડપાયો

- text


સામાન્ય બાબતમાં બેવડી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો

મોરબી : મોરબીના જીકિયારી ગામે શનિવારની રાત્રે રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાને પોતાની સગી જનેતા અને બહેનની ઘાતકી હત્યા નિપજાવી હતી. આ બેવડી હત્યાના બનાવને પગલે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના જીકિયારી ગામે શનિવારે રાત્રે દેવશીભાઈ સવજીભાઈ ભાટિયા નામના યુવાને રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતમાં ગુસ્સે ભરાઈને ખૂની ખેલને અજામ આપ્યો હતો. જેમાં આ યુવાનન દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાએ પોતાની માતા કસ્તુરીબેન ભાટિયા અને બહેન સંગીતાબેન ભાટિયાને ધારીયાના ઘા ઝીકીને બન્નેને મોતને ઘાત ઉતારી દીધા હતા. માતા અને બહેન વચ્ચે રસોઇ બનાવવા માટે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા યુવાનને પોતાની સગી જનેતા અને બહેનની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.આ બેવડી હત્યાના બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, એક પરિવારમાં સામાન્ય રસોઈ જેવી બાબતે વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી અને પરિવારનો પુત્ર જ કાળ બનીને ત્રાટક્યો હતો. આ માતા અને બહેનની હત્યા કરીને યુવાન ઘરમાં જ હોવાની બાતમી મળતા પોલીસે આ આરોપીને તેના ઘેરેથી ઝડપી લીધો હતો અને આ સમગ્ર બેવડી હત્યાના બનાવની તાલુકા પોલીસે સઘન તપાસ ચાલવી રહી છે.

- text

- text