બ્રિજેશ મેરજાના સમર્થનમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના ટોચના નેતાઓ કરશે પ્રચાર

- text


 

મોરબીમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી સહિત ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરશે : ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હોવાથી મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું : સ્મૃતિ ઈરાની, સીએમ રૂપાણી તેમજ પ્રદેશ કક્ષાના નેતાઓ ચૂંટણી સભાઓ ગજવશે

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચારયુદ્ધ બરોબરનું જામ્યું છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને વચ્ચે આરપારની લડાઈ અને બન્ને પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ હોવાથી મતદારોને આકર્ષવા માટે કોઈ કસર છોડવા માંગતા ન હોય ભાજપે હવે સ્ટાર પ્રચારકોને પ્રચાર યુદ્ધના મેદાનમાં ઉતાર્યા છે. સ્મૃતિ ઈરાની, સી.એમ. વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના પ્રદેશ કક્ષાના નેતાઓએ ચૂંટણી સભાઓ ગજવવાનું શરૂ કરી દીધું છે.

સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઈલ ગણાતી મોરબી સીટને કબજે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના મંત્રીઓ, સાંસદો, સી.એમ.ના પત્ની અંજલિબેન રૂપાણી સહિત રાજકોટ ભાજપના નેતાઓ છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજ તારીખ 23ના રોજ સવારે 10 વાગ્યે ભાજપના ટોચના કેન્દ્રીય નેતા સ્મૃતિ ઈરાની મોરબીના હાઉસિંગ બોર્ડ ખાતે સભાને સંબોધન કરશે. તો તારીખ 24ના રોજ ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા મોરબીના મહેન્દ્રનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવશે.

- text

જ્યારે તારીખ 28 ઓક્ટોબરના રોજ સાંજે 4:30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરબીના પોલીસ પરેડગ્રાઉડ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે. આ સભા બાદ દરેક જ્ઞાતિના આગેવાનો સાથે મીટીંગ કરશે. તો બીજી તરફ તારીખ 30 ઓક્ટોબરના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મોરબીના અગ્રણી ઉધોગકારો સાથે મીટીંગ કરશે. 31 ઓક્ટોરબરના રોજ પરસોત્તમ રૂપાલા પીપળીયા ચાર રસ્તા પાસે, તેમજ જેતપર ગામે અને ચિત્રકૂટ ચોક ખાતે સભા ગજવશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના તમામ નેતાઓ વિકાસના મુદ્દાને લઈને તેમજ તાજેતરમાં લાગુ થયેલા ગુંડાધારા, કોરોના સામેની લડાઈ અને આ સંદર્ભે કોંગ્રેસની અસહકારની નીતિના મુદ્દાઓ લઈને મતદારો સમક્ષ જઈ રહ્યા છે. સાથોસાથ કેન્દ્રની ભાજપ સરકારની લાગુ કરાયેલી ગ્રામીણ યોજનાઓ, મહામારી સંદર્ભની નીતિઓ, લોકડાઉન અને અનલોકની અમલવારી દરમ્યાન કરેલા સ્તુત્ય નિર્ણયો, 30 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે અપાયેલું એડવાન્સ દિવાળી બોનસ, ગરીબોને લોકડાઉન દરમ્યાન અપાયેલી અનાજ સહાય સહિતના મુદ્દાઓ વર્ણવી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની વચ્ચે મોરબીમાં પણ ભાજપના ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાને મોટી લીડથી વિજયી બનાવવાની અપીલ કરશે.

- text