SBIના ATM સાથે ચેડાં કરી બેંક સાથે ફ્રોડ કરતી UPની ગેંગનો સાગરીત મોરબીથી ઝડપાયો

- text


આરોપીએ મોરબી અને ટંકારામાં આવેલ ATMમાંથી રૂ. 1,29,000નું ટ્રાન્ઝેક્શન કરી બેંક સાથે ફ્રોડ કર્યું છે

મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા SBI બેન્કના ATM મશીનો સાથે ચેડા કરી રૂપીયા ઉપાડી બેન્ક સાથે ફ્રોડ કરતી ઉત્તર પ્રદેશની ગેંગના સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે.

મોરબી LCBનો સ્ટાફ મોરબી શહેર વિસ્તારમાં આવેલ બેંકો તથા A.T.M. મશીનો પર જરૂરી વોચ રાખી રહ્યા હતા. આ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ મોરબી શહેર વિસ્તારમાં આવેલ SBI બેન્ક સંચાલીત અલગ અલગ A.T.M. મશીનો પાસે શંકાસ્પદ હાલતમાં આંટા મારે છે. અને તેની પાસે ઘણા A.T.M. કાર્ડ છે.

જેથી, આ અંગે તપાસ કરતા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ SBI બેન્ક A.T.M. મશીન ખાતે આ પરપ્રાંતિય ઇસમ શંકાસ્પદ હાલતમાં કોઇ ગુનાહીત પ્રવૃતિ કરવાની પેરવી કરતો જણાઇ આવ્યો હતો. ગઈકાલે તા. 22ના રોજ LCBએ આ ઇસમને પકડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સાત SBI બેન્ક A.T.M. કાર્ડ મળી આવેલ હતા. અને LCBએ તેની સઘન પુછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીત સાથે મળી મોરબી-ટંકારા વિસ્તારમાં આવેલ ATM મશીનોમાંથી કુલ રૂ. 4,16,500નું ટ્રાન્ઝકશન કરેલ છે. જે તમામ ટ્રાન્ઝકશનની ઓનલાઇન ફરીયાદ બેન્ક ખાતે કરેલ છે.

જે ફરીયાદ પૈકી ટંકારા વિસ્તારમાં આવેલ A.T.M. મશીનોમાંથી કરેલ ટ્રાંજેક્શનના રૂ. 99,000 તથા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ A.T.M. મશીનોમાંથી કરેલ ટ્રાન્ઝકશનના રૂ. 1,29,000 મળી કુલ રૂ. 2,28,000 પોતે પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી લીધેલ છે. આમ, આ ઈસમ SBI બેન્ક સંચાલીત A.T.M મશીનોમાંથી રોકડ રકમ વિથડ્રોલ કરી બેન્ક સાથે છેતરપીંડી કરતો હતો.

- text

આ કેસમાં સાગરીત શુભમ રાજુભાઇ શુક્લા (ઉ.વ. 20, રહે. મહાના ગામ, થાણુ, લલોલી જી. ફતેપુર (ઉત્તર પ્રદેશ), હાલ રહે. સિલ્વર પોલીપેક કારખાનાની ઓરડીમાં ખીજડીયા રોડ, તા. ટંકારા, જી. મોરબી)ની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ શીવમ રાજેશ મીશ્રા (રહે. મથુરપુર ગોંડા, જી. રાયબરેલી (ઉત્તર પ્રદેશ))નું નામ ખૂલતાં તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આમ, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ, જે અનડીટેકટ ગુનો ડિટેક્ટ કરી બેન્ક છેતરપીંડી કરનાર ઉત્તરપ્રદેશની ગેંગના એક સાગરીતને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

શું છે મોડસ ઓપેરેન્ડીંગ?

મજકૂર તથા તેનો સાગરીત બન્ને મળી SBI બેન્ક ખાતાધારકોના AT.M. કાર્ડ મેળવી મોરબી તથા ટંકારામાં અલગ-અલગ સ્થળે આવેલ AT.M. મશીનો પર જઇ અલગ-અલગ A.T.M. કાર્ડ દ્વારા ટ્રાંઝેકશન કરી ટ્રાન્ઝકશન પ્રોસેસ દરમ્યાન મશીનમાં પૈસા કાઉન્ટ થતાં હોય, જે દરમ્યાન પોતે ATM મશીન સાથે ચેડા કરી ટ્રાંઝેકશન એરર કરાવી નાખતા અને મશીનમાંથી નિકળેલ રોકડ રકમ પોતે મેળવી લઇ તે જ રકમની ટ્રાંઝેકશન ફેઇલ થયાની બેંકમાં ઓનલાઇન ફરીયાદ કરી બેંક પાસેથી ફરીથી રકમ પરત મેળવી બેંક સાથે ફ્રોડ કરવાની ટેવ વાળા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text