ઈલેક્શન અપડેટ : મતદાન મથક પર નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

- text


મતદાન મથક વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ જેવા સંદેશા વ્યવહારના ઉપકરણો લઇ જવા પર મનાઈ

મોરબી : આગામી ૬૫ – મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ કેતન જોષીએ જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે.

- text

જાહેરનામા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરી શકશે નહીં તેમજ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇને જઇ શકાશે નહીં. મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે વાહનો લઇને જઇ શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ આગામી તા. ૦૩-૧૧-૨૦૨૦ રોજ રહેશે. કોઇ પણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text