મોરબી શિવસેના બજરંગ દળ દ્વારા કતલખાને લઇ જવાતા ગૌવંશના જીવ બચાવાયા

- text


જોડિયા ગામ નજીક કતલખાને લઇ જવાતા ગૌવંશથી ભરેલ ગાડીને ઝડપી પડાઈ

મોરબી : થોડા દિવસ પહેલા મોરબી શિવસેના બજરંગ દળના ગૌ રક્ષકો દ્વારા ગૌવંશ ભરેલ ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. તે ગાડી ભરી લઇ જતા લોકોની ટીમએ કચ્છના ચિત્રોડ ગામ નજીક ગૌરક્ષકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેની ફરિયાદ આડેસર પોલિસ સ્ટેશનમાં લખાવવામાં આવી છે. પરંતુ જે ગૌવંશ ભરેલ ગાડીની FIR લખાવેલ, તે રીઢા ગુનેગારની જેમ ખુલી ફરતી હતી. અને ગૌવંશ ભરીને નીકળતી હતી. પણ કચ્છ પોલીસ દ્વારા તે ગાડીની અટકાયત કરવામાં નહતી આવતી.

ત્યારે આજ રોજ મોરબી શિવસેના બજરંગદળના ગૌરક્ષક કમાન્ડો ફોર્સ દ્વારા તે જ ગાડીને જોડિયા-જામદૂધઈ ગામ પાસેથી 43 કતલખાને લઇ જવાતા પાડા સહિત પકડેલ છે. અને તેની જોડિયા ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ કાર્યને સફળ કરવામાં શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, બજરંગદળ ઉપપ્રમુખ ચેતનભાઈ પાટડીયા, ગૌરક્ષક મહાકાલ ગ્રુપ, મોરબીના વૈભવ પટેલ, પાર્થ પટેલ, ઈશ્વરભાઈ જીતુભાઈ ચાવડા અને જીગ્નેશ મિસ્ત્રી તેમજ મોરબી અને જામનગર વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ – દિલ્હીએ જહેમત ઉઠાવી છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text