હળવદમાં આ વર્ષે દશેરાના દિવસે રાવણ દહન નહીં કરવાનો VHPએ નિર્ણય લીધો

- text


કોરોના મહામારીને ધ્યાને લઇ નિર્ણય લેવાયો : વર્ષોથી ચાલી આવતી રાવણ દહનની પરંપરા કોરોના વાયરસના લીધે તૂટી

હળવદ : હળવદમાં પાછલા ઘણા વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડતા હતા. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઇ દર વખતે દશેરાએ ઉજવાતો રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અગ્રણીઓએ જણાવ્યું હતું.

હળવદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઇ રાજ્યભરમાં રાવણ દહણના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. હળવદમાં પણ ૨૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. સાથે જ નવ લોકોના કોરોનાના કારણે મોત પણ થઈ ગયા છે. એવા સમયે કોરોના મહામારીને ધ્યાને લઇ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હળવદમાં દર વર્ષે યોજાતા રાવણ દહણના કાર્યક્રમને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અગ્રણી ભાવેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text