વિજતંત્રના ધાંધિયા કારણે પીપળી રોડ ઉપરના શોપિંગ કોમ્પ્લેક્સના વેપારીઓ પરેશાન

- text


વારંવાર ફ્યુઝ ઉડવાની સમસ્યાથી વેપારીઓ હેરાન-પરેશાન

મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં 11 KV બાજુના DO સેટ તથા DB બોક્ષમા ફ્યુઝ બદલવા બાબતે PGVCLને 3 મહિના પહેલા લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી. આથી, દુકાનદારો હાલાકી ભોગવી રહ્યા છે.

દુકાનદારોએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના પીપળી રોડ અમૃત ફીડર આવેલ છે. આ શોપિંગ સેન્ટર મારુતી કોમ્પલેક્ષ તરીકે ઓળખાય છે. 2 કોમ્પલેક્ષ વચ્ચે 1-63 KVAનું ટ્રાન્સફોર્મર છે. જેમાં 3 ફેઈઝ કનેક્શન વધુ અને 1 ફેઇઝ કનેક્શન ઓછા છે, જેથી, 3 ફેઇઝ પાવરમાં અવાર-નવાર લાઈટ જાય છે. જેમાં DO ઊડી જાય અથવા તો ફ્યુઝ ઊડી જાય છે. આવા પ્રોબ્લેમ વારંવાર થવાથી ધંધા-રોજગારમાં પાવર વગર ઘણી નુકસાની થાય છે તથા ટ્રાન્સફોર્મર પાસે બાવર તથા વેલ એટલી બધી જામી ગઈ છે કે તેની પાસે જવામા બીક લાગે છે. તો આ શોપિંગ સેન્ટરના DO સેટ તથા DB બોક્ષના ફ્યુઝની બદલી વહેલાસર કરી આપવા અપીલ છે.

- text

આવી લેખિત રજૂઆત દુકાનદારો દ્વારા 17 જુલાઈના રોજ મોરબી PGVCL સબ ડિવિઝનના નાયબ ઈજનેરને કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતને પૂરા 3 મહિના થઇ ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે દુકાનદારો હેરાન-પરેશાન થઇ ગયા છે. તેમજ PGVCL તાકીદે પગલાં લે તેવી માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text