ટંકારા : ચાલુ વર્ષે અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને વધારાની સહાય જાહેર કરવાની માંગ

- text


ટંકારા : ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને રવિ પાકના ઉભા પાકને પારાવાર નુકસાન થયેલ હતું. ગત તા. 18ના રોજ કમોસમી વરસાદના કારણે ઉભા પાક કપાસ અને તૈયાર પાક મગફળીના પાકને વ્યાપક નુકસાન થયેલ છે. વરસાદ પહેલા ખેડૂતોએ ઉપાડેલ તૈયાર પાકના પાથરા પડેલ હતા. તે પાથરા કમોસમી વરસાદના કારણે તણાય ગયેલ છે. અને મગફળીનો પાક નાશ પામેલ છે. કપાસના પાકથી ખેડૂતોને આશા હતી. પરંતુ વરસાદ અને ભારે પવનના લીધે કપાસને પણ નુકસાન થયેલ છે. આ બાબતે સરકારે અગાઉ જાહેર કરેલ સહાયમાં હાલની સ્થિતિને લઈને વધારાની સહાય માટે પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી ‘જગતના તાત’ ખેડૂતોની માંગને ધ્યાને લેવામાં તેવી અપીલ ટંકારા તાલુકાના મિતાણા ગામના ગ્રામ પંચાયતના સદસ્ય તથા નિવૃત તલાટી મંત્રી જી. ટી. દેવડા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text