ઈલેક્શન અપડેટ : ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માધ્યમો પર દેખરેખ રાખતી MCMC-EMMCની બેઠક મળી

- text


મોરબી : મોરબી વિધાનસભા પેટા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી પ્રચાર-પ્રસારના માધ્યમો પર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની અધ્યક્ષસ્તામાં MCMC તેમજ EMMC કમિટિની રચના કરવામાં આવી છે. આ સમિતિના સભ્ય સચિવ તરીકે સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા કામગીરી સંભાળી રહ્યા છે.

મોરબી જિલ્લાની MCMC-EMMC ની પ્રારંભિક બેઠક સમિતિના અધ્યક્ષ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી જે.બી.પટેલની અધ્યક્ષતામાં કલેકટરની ચેમ્બરમાં ગત સોમવારે મળી હતી. બેઠકમાં સમિતિના વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ના ઉમેદવારો દ્વારા દૈનિક વર્તમાનપત્ર કે ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અપાતા પેઇડ ન્યૂઝ પર સતત દેખરેખ રાખી અને તેવા સમાચારોને પેઈડ ન્યુઝ ગણી તેનો થતો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવો સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી વીજાણુ માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તેમજ મતદાનના દિવસે તથા મતદાનના આગલા દિવસ દરમિયાન માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત પ્રસારિત થતાં સમાચારો પૈકી અગત્યના બનાવો/આદર્શ આચારસંહિતા ઉલ્લંઘન/ચૂંટણી ખર્ચ તબક્કાવાર અહેવાલ તુરંત જ ચૂંટણીપંચને મોકલવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

- text

બેઠકમાં સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ માધ્યમો દ્વારા જણાવવામાં આવતા ચૂંટણી આદર્શઆચાર સંહિતાનો ભંગ કિસ્સાની નોંધ લઇ યોગ્ય કાર્યવાહી અર્થે તુરંત અધ્યક્ષશ્રીનું ધ્યાન દોરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ વિવિધ માધ્યમોના પ્રતિનિધીઓને સમયસર ચૂંટણીલક્ષી માહિતી પૂરી પાડવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં EMMC કમિટીના સભ્યશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજા અને MCMC કમિટીના સભ્ય અને જિલ્લા નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષી, નાયબ કલેક્ટર એચ. જી. પટેલ, કમિટિના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text