ઈલેક્શન અપડેટ : ચૂંટણી પ્રચાર માટે યોજાતી સભા-રેલી અંગે કોવીડ-19 અંગેની ગાઇડલાઇન જાહેર

- text


ચૂંટણી પ્રચાર માટે 200 વ્યક્તિઓની મર્યાદામાં સભા યોજવાની છૂટ, ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહીત 5 વ્યક્તિઓની મર્યાદા

કોવીડ-૧૯ની માર્ગદર્શીકાનું પણ પાલન કરવાનું રહેશે 

મોરબી : મોરબી વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી સંદર્ભે રાજકીય સમારંભ યોજવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર-પ્રસાર અંતર્ગત યોજાતા રાજકીય સમારંભ બંધ જગ્યામાં / સ્થળની ક્ષમતાના ૫૦% પરંતુ મહતમ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન/સ્થળના વિસ્તાર (SIZE)ને ધ્યાને લઇ ૬ (છ) ફુટની દુરી સાથેનું Physical Distancing, સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવો, થર્મલ સ્ક્રીનીંગની સગવડતા, હેન્ડ વોશ/સેનેટાઇઝરની સુવિધાની શરતે ૧૦૦ થી વધુ વ્યક્તિઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે જિલ્લા કલેકટર કચેરીએથી મંજૂરી લેવાની રહેશે.

સભા અને મિટિંગના સ્ટેજ ઉપર સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યક્તિગત ખુરશી પર (સોફા રાખી શકાશે નહી) ૭ (સાત) થી વધુ વ્યક્તિઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહી. જો સ્ટેજ મોટુ હોય તો આગળ-પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો (હરોળ દીઠ ૭ વ્યક્તિઓ) બેસી શકશે. આ પ્રકારના કાર્યક્રમ માટે ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી માટે અરજી કરવાની રહેશે. જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે. ચૂંટણી અધિકારી દ્વારા વિચારણા બાદ યોગ્ય જણાયે લેખિત મંજૂરી આપવાની રહેશે. જેમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે.

ઉમેદવારે નામાંકન દાખલ કરતાં સમયે તેમજ ચૂંટણી પ્રચાર કરતાં સમયે ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ચૂંટણી સંબંધી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉમેદવાર નામાંકન ફોર્મ તથા એફિડેવીટ ઓનલાઇન મેળવી શકાશે, ઉમેદવારે નામાંકન ફોર્મ ઓનલાઇન ભરી તેની પ્રિન્ટ રીટર્નીંગ ઓફીસરને રજૂ કરવાની રહેશે. ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહી.

- text

Door to Door પ્રચારમાં ઉમેદવાર સહિત ૫ વ્યક્તિની મર્યાદા (સુરક્ષા કર્મચારી સિવાય) રહેશે. Road Show / Bike rally :- વાહનોના કાફલામાં દર પ (પાંચ) વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે. વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦ મીનીટનો સમયગાળો રાખવાનો રહેશે. જેમાં સુરક્ષા માટેના વાહનોની ગણતરી કરવાની રહેશે.

ચૂંટણી પ્રચાર માટે યોજાતી સભા-રેલી અંગે કોવીડ-19 અંગેની ગાઇડલાઇન 

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારો દ્વારા Public Gathering/Rally માટે COVID-19 ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ મેદાનો અગાઉથી નક્કી કરવામાં આવેલ છે તેમા Rally/સભાના આયોજકે આવન-જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે. આવા મેદાનોમાં સોશીયલ ડીસ્ટન્સીંગના માપદંડો જળવાઇ તે માટે આયોજકે નિશાનીઓ કરવાની રહેશે. નિયત કરવામાં આવેલ સંખ્યા કરતા લોકો વધે નહી તે અંગે રેલી/સભાના આયોજકની જવાબદારી રહેશે.

COVID-19 સંદર્ભે આપવામાં આવેલ સૂચનાઓ જેમ કે, ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, સેનેટાઇઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશીયલ ડિસ્ટન્સીંગ, તથા અન્ય સલામતીની સૂચનાઓનું દરેક તબક્કે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચૂંટણી સંબંધિત તમામ સુચનાઓ સંદર્ભે Election Commission of India દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ હુકમો/ગાઇડલાઇન આખરી રહેશે અને તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text