મોરબીના કેરાળા (હરિપર) ગામે દફનવિધિ કરવા માટે યોગ્ય જમીન ફાળવવા માંગ

- text


મોરબી : મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામમાં અનુસૂચિત જાતિના 12 ઘર વસવાટ કરે છે. આશરે 120 લોકો ત્યાં રહે છે અને બીજા લોકો રોજગારી માટે અન્ય શહેરમાં વસવાટ કરે છે. આટલી વસ્તી હોવા છતાં આ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન (દફનવિધિ કરવા) માટે યોગ્ય જમીન ફાળવવામાં આવી નથી. જેથી, ગમે ત્યાં દફનવિધિ કરવી પડે છે. જેથી, દફનવિધિ કરવા માટે યોગ્ય જમીન ફાળવવામાં આવે તે માટે અવારનવાર ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીમંત્રીને અરજી કરેલ છે. પરંતુ તેઓ યોગ્ય નિર્ણય ના લઈ શકતા હોવાથી તા. 18/9/2020 ના રોજ જિલ્લા કલેક્ટરને અરજી કરેલ છે. જેથી, દફનવિધિ માટે યોગ્ય જમીન વહેલામા વહેલી તકે ફાળવવામાં આવે તેવી અરજી દેવજી કેશવજી સોલંકી દ્વારા કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text