મોરબીના જીઆઇડીસી વિસ્તારમાં નવી પોસ્ટ ઓફીસ ચાલુ કરો : ચેમ્બર ઓફ કોમર્સ

- text


મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલની ઉચ્ચકક્ષાએ રજુઆત

મોરબી : મોરબી શહેરમાં આવેલ શક્તિપરા પોસ્ટ ઓફીસ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જેથી, મોરબીના શનાળા રોડ, જીઆઇડીસી, નવા હાઉસિંગ બોર્ડ, શક્તિ પ્લોટ, રવાપર રોડ, લાતી પ્લોટ, વાડી વિસ્તાર સહિતના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલએ જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફીસ ચાલુ કરવાની માંગ સાથે અમદાવાદની મુખ્ય પોસ્ટ ઓફીસના અધિકારીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પોસ્ટ ઓફીસ ન હોવાથી પોસ્ટને લગતા રોજબરોજના કામો માટે છેક મોરબી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસે લોકોને ધક્કા ખાવા પડે છે. અથવા શનાળા ગામે આવેલ પોસ્ટ ઓફીસ સુધી લંબાવું પડે છે. જો કે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ભારે ભીડ હોય છે. જ્યારે શનાળા ગામની પોસ્ટ ઓફીસ મોરબીથી ચાર કિમિ દૂર છે. તેથી, વૃધ્ધો અને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, આ સમસ્યા દૂર કરવા માટે મોરબી શહેરમાં જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવાની માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text